Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

બીજા તબક્કાની ચૂંટણીમાં મોદીની પ્રતિષ્ઠા દાવ પર

૨૦૧૨માં ભાજપ માટે ૧૪ જિલ્લા ૯૩ બેઠકોમાં ૫૨ પર જીત મળી છે પણ તેમાં આ વખતે હાર્દિક પટેલની આગેવાનીવાળા પાટીદાર અનામત આંદોલન સમિતિના અનામત આંદોલનના કારણે મહેસાણા અને પાટણમાં સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી શકે છે

નવી દિલ્હી તા. ૧૩ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગુરુવારે થવાનું છે. આ તબક્કો ભાજપ માટે ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આમાં પાટીદાર આંદોલનના કેન્દ્રમાં રહેલા મહેસાણામાં મતદાન થવાનું છે. ઉત્ત્।ર ગુજરાતનો આદિવાસી વિસ્તાર પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ભાજપને હાલમાં બનાસકાંઠા પૂર દરમિયાન ઉત્ત્।ર ગુજરાત માટે ભરેલા પગલાનો ફાયદો થવાની આશા છે. દૂધના ભાવમાં કરાયેલા વધારે અને નાના ઓબીસી સમાજોના સપોર્ટથી આ વિસ્તારમાં સારી બેઠકો મેળવી શકશે તેવી આશા વ્યકત કરાઈ રહી છે.

 

૨૦૧૨માં ભાજપ માટે ૧૪ જિલ્લા ૯૩ બેઠકોમાં ૫૨ પર જીત મળી છે પણ તેમા આ વખતે હાર્દિક પટેલની આગેવાનીવાળા પાટીદાર અનામત આંદોલન સમિતિના અનામત આંદોલનના કારણે મહેસાણા અને પાટણમાં સત્ત્।ા વિરોધી લહેરનો સામનો કરવો પડી શકે છે. પાર્ટીને ૨૦૧૨માં મહેસાણામાં ૫માંથી ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી. મોદીનું વડનગર પણ આ પટ્ટામાં આવે છે માટે તે બેઠકો બચાવી રાખવી ભાજપ માટે ઈજ્જતની વાત બની ગઈ છે.

 

પાટીદાર અનામત આંદોલનમાં મહેસાણા અને આસપાસની વિસ્તારમાં ૨૦૧૨ પછી ઘણો બદલાવ આવ્યો છે. હાર્દિક સિવાય દારુ અને વ્યસન સામે આંદોલન ચલાવનાર એકતા મંચના અલ્પેશ ઠાકોર પણ આ વિસ્તારમાંથી આવે છે. ૨૦૧૫માં પાટીદાર આંદોલન દરમિયાન ૧૪ લોકોના મોત થયા હતા જે પછી હાર્દિકની મહેસાણામાં એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી હતી. વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અહીં સી-પ્લેનથી પહોંચ્યા હતા.

કડવા પાટીદાર ગુજરાતના ડેપ્યુટી CM નિતીન પટેલ મહેસાણા શહેર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં પટેલની જીત ઘણી સરળ રહેશે તેમ મનાઈ રહ્યું છે પણ આ વિસ્તારના ભાજપના ઉમેદવારને સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. સિદ્ઘપુર બેઠકના ઉમેદવાર અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસને આશા છે કે બળવંત રાજપૂત તરફથી મળનારા સપોર્ટ પર યથાવત છે. પાછલી વખતે કોંગ્રેસની બેઠક પર ચૂંટણી લડીને જયનારાયણ વ્યાસને હરાવનારા રાજપૂતે આ વખતે ભાજપનો હાથ પકડ્યો છે. ગુજરાતના સૌથી રઈસ નેતા ગણાતા રાજપૂતના ક્ષેત્રમાં બહુમોટો સપોર્ટ બેઝ છે. અહેમદ પટેલ જે સમયે રાજય સભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે રાજપૂત કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા.

જયાં સુધી અલ્પેશ ઠાકોરની વાત છે, તો તે રાધનુપરથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યો છે. અંતિમ સમય સુધી તેને ટિકિટ ન મળવાના કારણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લવિંગજી ઠાકોર તેની સામે છે. રાધનપુરમાં અલ્પેશની જીત લગભગ પાક્કી મનાઈ રહી છે.(૨૧.૧૨)

(11:56 am IST)