Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

નોએડા ડબલ મર્ડરઃ કિલર પુત્રને જવાબદાર નાગરિક બનાવશે પિતા

નવી દિલ્હી તા. ૧૩ :.. નોએડાના ફેઝ-ર ખાતેના બાળ સુધાર ગૃહમાં રહેતાં મમ્મી અને બહેનના હત્યારા પુત્રને તેના પપ્પા જવાબદાર નાગરીક બનાવવા ઇચ્છે છે. તેમણે એ ટીનેજરને સારી રીતે સમજાવવાની ભલામણ કરી છે. નોએડાના ગૌડ સીટી-ટૂના રહેવાસી ટીનેજર પર તેની મમ્મી અને બહેનની હત્યાનો આરોપ છે. એ ટીનેજરના પપ્પાએ પત્ની અને દીકરીને ગુમાવ્યા પછી તેમનો દીકરો પણ હત્યાના આરોપસર બાળ સુધાર ગૃહમાં છે.

રવિવારે તેઓ તેમના દીકરાને મળવા માટે બાળ સુધાર ગૃહમાં ગયા ત્યારે તે છોકરો પપ્પાને વગળીને ખૂબ રડયો હતો અને તેમની સાથે રહેવાની જીદ કરવા માંડયો હતો. જો કે કાનુની અડચણોને કારણે તે છોકરો તેના પપ્પાની પાસે જઇ શકે એમ નથી. પ્રોબેશન ડીપાર્ટમેન્ટનું કહેવું છે કે તે છોકરો ગઇ ગુજરી ભૂલીને જવાબદાર નાગરીક બને એવું તેના પપ્પા ઇચ્છે છે. એ માટે પપ્પાએ ટીનેજર દીકરાનું સારી રીતે કાઉન્સેલિંગ કરવાની પણ વિનંતી કરી હતી. અને છોકરાના ભલા માટે જરૂર પડે તો બહારથી કાઉન્સેલર્સ લાવવાનો પણ અનુરોધ કર્યો હતો.

(9:37 am IST)