Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

લખીમપુર ખેરીમાં થયેલી હિંસાના પડઘા અમેરિકામાં : 4 ખેડૂતોની હત્યા અને કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ બાબતે વડાપ્રધાન અને મંત્રીઓ કેમ ચૂપ છે ? : અમેરિકાના પ્રવાસે ગયેલા નાણામંત્રી નિર્મલા સીતારામણને હાર્વર્ડ કેનેડી સ્કૂલના છાત્રોનો સવાલ

યુ.એસ. : લખીમપુર ખેરીમાં થયેલી હિંસાના પડઘા અમેરિકામાં પણ પડ્યા છે.તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયેલા નાણામંત્રી નિર્મલા સીતારામણને હાર્વર્ડ કેનેડી સ્કૂલની મુલાકાત તથા ઉદબોધન સમયે છાત્રોએ વેધક સવાલો પૂછ્યા હતા .તેમણે પૂછ્યું હતું કે લખીમપુર ખેરીમાં 4 ખેડૂતોની હત્યા અને કેન્દ્રીય મંત્રીનાપુત્ર આશિષ મિશ્રાની ધરપકડ બાબતે વડાપ્રધાન અને મંત્રીઓ કેમ ચૂપ છે ?  

જેના જવાબમાં નાણાં મંત્રીએ હતું કે "ના, બિલકુલ નહીં ... મને લાગ્યું કે તમે એક ઘટના ઉભી કરી છે જે એકદમ નિંદનીય છે. તેમણે કહ્યું, “મારો પક્ષ કે મારા પ્રધાનમંત્રી કોઈ આરોપીઓ.નો બચાવ કરવામાં માનતા નથી. અમે ભારત વિશે રક્ષણાત્મક છીએ. હું ભારત માટે બોલીશ. હું ગરીબો માટે ન્યાયની વાત કરીશ.તેમ જણાવ્યું હતું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:21 pm IST)