Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાતઃ કરી શકે છે ટ્રેકટર રેલી

ગુજરાતમાં રાહુલની ૫૦ કી.મી.ની ટ્રેકટર રેલી થઈ શકે છે : પંજાબ અને હરિયાણા બાદ ગુજરાતમાં કરશે ટ્રેકટર રેલી

નવી દિલ્હી, તા.૧૩: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. રાહુલ ગાંધી ગુજરાતમાં ટ્રેકટર રેલી કરી શકે છે. પંજાબ અને હરિયાણા બાદ ગુજરાતમાં ટ્રેકટર રેલી કરશે. તેઓ ખેડૂતને અસર કરી રહેલા કૃષિ બિલના વિરોધમાં રાહુલ ગાંધી ગુજરાતમાં રેલી યોજી શકે છે.

ગુજરાતમાં રાહુલની ૫૦ કી.મી.ની ટ્રેકટર રેલી થઈ શકે છે. ખેડૂતને લગતા ૩ કાયદાઓનો ગુજરાતમાં  વિરોધ કરી શકે છે. પંજાબ અને હરિયાણા બાદ ગુજરાતમાં ટ્રેકટર રેલી કરશે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલ આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓકટોમ્બર માસના અંત સુધીમાં રાહુલ ગાંધી  ગુજરાત આવી શકે તેવી શકયતા સેવાઈ રહી છે. આ દરમિયાન ૮ બેઠકોની પેટાચૂંટણીમાં રાહુલના પ્રવાસની અસર થઈ શકે છે.

બીજી તરફ ગુજરાતમાં ૮ બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. તે સમયે રાહુલ ગાંધી ગુજરાતમાં કૃષિ બિલના વિરોધમાં ટ્રેકટર રેલીનું આયોજન કરી રહ્યા છે. આથી લોકોમાં આ રેલી ચૂંટણીલક્ષી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(3:40 pm IST)