Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રશ્‍દી ઉપર હુમલો કાયરતાપૂર્ણ : અમે વધુ મજબુતીથી તેમની સાથેઃ મેક્રો

ફ્રાન્‍સના રાષ્‍ટ્રપતિએ રશ્‍દી ઉપરના હુમલાને વખોડયો : હુમલાના કારણે રશ્‍દી આંખો ગુમાવી શકે છે :એજન્‍ટ એન્‍ડ્રયુ

પેરસી,તા. ૧૩ : ફ્રાંસના રાષ્‍ટ્રપતિ મેક્રોએ બુકર પુરસ્‍કાર વિજેતા લેખક સલમાન રશ્‍દી ઉપર ચાકુ વડે હુમલાને કાયરતાપૂર્ણ ગણાવી આ લડાઇમાં રશ્‍દીની સાથે હોવાનું જણાવેલ.

મેક્રોએ ટ્‍વીટમાં જણાવેલ કે, ૩૩ વર્ષોથી સલમાન રશ્‍દીએ આઝાદી માટે અવાજ બુલંદ કરવાની સાથે રૂઢીવાદ વિરૂધ્‍ધ લડાઇ લડી છે. તેઓ નફરત અને બર્બરતાને પ્રોત્‍સાહન આપનારના કાયરતાપૂર્ણ હુમલાનો શિકાર થયા છે. તેમની લડાઇ, અમારી લડાઇ છે. તે સર્વભૌમિક છે. હવે અમે પહેલાથી વધુ મજબુતીથી તેમની સાથે ઉભા છીએ.

બ્રિટીશ લેખક સલમાન રશ્‍દી ઉપર ન્‍યુયોર્કમાં તે સમયે હુમલો થયેલ જ્‍યારે તેઓ એક સંસ્‍થાના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. હુમલા બાદ તેમની સ્‍થિતી નાજુક છે. તેમના એજન્‍ટે જણાવેલ કે, હાલ રશ્‍દી વેન્‍ટીલેટર ઉપર છે અને બોલી નથી શકતા. એજન્‍ટ એન્‍ડ્રયુ વાઇલી મુજબ હુમલાના કારણે રશ્‍દી પોતાની આંખો ગુમાવી શકે છે.

હુમલા બાદ ન્‍યુજર્સીના ફેયરવ્‍યુથી ૨૪ વર્ષીય હાદી મતર નામના એક શંકાસ્‍પદ વ્‍યકિતની ધરપકડ કરવામાં આવી હતી.

(10:21 am IST)