Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

મનીષ મહેશ્વરીને ટ્વિટર ઇન્ડિયામાંથી હટાવી દીધા :હવે તેઓ અમેરિકામાં કંપનીનો બિઝનેસ સંભાળશે

નવી દિલ્હી : દેશમાં સોશિયલ મીડિયા પર હંગામો વચ્ચે ટ્વિટરે મોટો નિર્ણય લીધો. કંપનીએ મનીષ મહેશ્વરીને ટ્વિટર ઇન્ડિયામાંથી હટાવી દીધા છે.. હવે તેઓ અમેરિકામાં કંપનીનો બિઝનેસ સંભાળશે. તેમને સાન ફ્રાન્સિસ્કોમાં વરિષ્ઠ નિયામક તરીકે નિયુક્ત કરાયા છે   

 અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં ટ્વિટર વિવાદમાં રહ્યુ છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ દિલ્લીમાં દુષ્કર્મ પિડીત બાળકીના માતા પિતાની તસવીર ટ્વિટર ઉપર શેર કર્યા બાદ હોબાળો મચ્યો હતો. ભારતના કાયદા અનુસાર ટ્વિટરને પણ સંબધિત સરકારી વિભાગોએ નોટીસ પાઠવીને તાત્કાલિક શેર કરેલ ફોટો ડિલટ કરવા જણાવ્યુ હતું. ત્યાર બાદ, ટ્વિટરે, રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના અન્ય નેતાઓના પણ ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દીધા હતા.

 મનીષ મહેશ્વરી પણ થોડા સમય માટે વિવાદોમાં રહ્યા હતા. ખરેખર, તેણે ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું. જો કે, તે કહેતો હતો કે તે ટ્વિટર અમેરિકાને રિપોર્ટ કરે છે. તેમની ટ્રાન્સફર જાહેર થયા બાદ તેમણે ટ્વિટર હેન્ડલ પર પોતાનો બાયો પણ બદલ્યો નાખ્યો. અગાઉ તેમણે મેનેજિંગ ડિરેક્ટર ઇન્ડિયા લખ્યું હતું, જે હવે ટ્વિટર ઇન્ડિયામાં બિઝનેસમાં બદલાઇ ગયું છે.

આ પૂર્વે પણ ટ્વિટર દ્વારા ઉપરાષ્ટ્રપતિના અંગત ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવી દિધી હતી. તો રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના પદાધિકારીઓના પણ ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવી લીધી હતી.

આ પૂર્વે, ટ્વિટર દ્વારા તેની વેબસાઇટ ઉપર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે વર્ણાવતો નકશો પ્રદર્શીત કર્યો હતો. ત્યાર બાદ સર્જાયેલા ભારે વિવાદને પગલે, વેબસાઈટ પરથી નકશો પાછો ખેચી લીધો હતો. પરંતુ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવાની ગંભીર બેદરકારી અંગે, ઉતરપ્રદેશના બુલંદ શહેરમાં, ટ્વિટર ઇન્ડિયાના એમડી મનીષ મહેશ્વરી ( Manish Maheshwari ) સામે ફરીયાદ નોંધાવતા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી પર આઈપીસીની કલમ 505 (2) અને આઈટી અધિનિયમ 2008 ની કલમ હેઠળ ભારતને વિભાજીત સ્વરૂપે નકશમાં દર્શાવવા બદલ કેસ દાખલ કરાયો હતો.

(6:52 pm IST)