Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ટાટા ટી દ્વારા સ્થાનિક કલા અને કલાકારોને ટેકો આપવા 'દેશ કા કુલ્હડ' કલેકશન રજૂ કર્યું

'દેશ કી ચા' આ સ્વતંત્રતા દિવસે ભારતની સમૃધ્ધ વિવિધતાસભર સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરશે

મુંબઇ તા. ૧૩ : ભારતીય કળા સમુદાયને ધિરાણને ટેકો આપવા ટાટા ટી પ્રીમિયમે સ્થાનિક ભારતીય કલાકારોને પ્રોત્સાહન આપતા સ્ટાર્ટઅપ રેર પ્લેનેટ સાથે જોડાણમાં આ સ્વતંત્રતા દિવસે વિશિષ્ટ #DeshKaKulhad કલેકશન પ્રસ્તુત કર્યું છે. હસ્તચિત્રિત આ વિશિષ્ટ કુલ્હડના વેચાણમાંથી પ્રાપ્ત થનાર ભંડોળ કલાકાર સમુદાયને આપવામાં આવશે, જેથી તેમને હાલ મહામારીની માઠી અસરમાં નાણાકીય મદદ મળશે.

આ વિશિષ્ટ કુલ્હડ બિહારની મધુબની, મહારાષ્ટ્રની વરલી, પંજાબની ફુલ્કરી, ઓડિશાની પટચિત્ર, ઉત્ત્।રપ્રદેશમાંથી સાંઝી વગેરે સ્થાનિક કળા સાથે બનાવવામાં આવ્યાં છે. દેશકુલ્હડ કલેકશનમાં ૨૬ વિશિષ્ટ કુલ્હડ ડિઝાઇનો સેલ છે, દરેક કુલ્હડ ભારતના વિવિધ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક વિસ્તારમાંથી લોકપ્રિય છાપ અને કળા ધરાવતી દરેક કુલ્હડ જે તે વિસ્તારના ચોક્કસ કળાના સ્વરૂપની ઉજવણી કરે છે. આ ખાસ હસ્તચિત્રિત કુલ્હડ ભારતના વિવિધતાસભર સાંસ્કૃતિક અને સમૃદ્ઘ વારસાને દર્શાવે છે.

આ પહેલ માટે જાગૃતિ લાવવાના ભાગરૂપે બ્રાન્ડે આ વિવિધતા દર્શાવતી ડિજિટલ ફિલ્મ પણ જાહેર કરી છે. આ મ્યુઝિકલ વીડિયોમાં લોકપ્રિય કલાકાર રિતુરાજ મોહન્તીએ અવાજ આપ્યો છે.

આ પહેલ પર ટાટા કન્ઝયુમર પ્રોડકટ્સના પેકેજડ બેવરેજીસ (ભારત અને દક્ષિણ એશિયા)ના પ્રેસિડન્ટ પુનીત દાસે કહ્યું હતું કે, 'સમગ્ર દેશમાં કુલ્હડ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે અને આપણામાંથી મોટા ભાગના પ્રસંગોપાત કુલ્હડવાલી ચાયનો લુત્ફ લઈએ છીએ. ટાટા ટી પ્રીમિયમ – દેશ કી ચાય હંમેશા રાજય મુજબ કસ્ટમાઇઝ પેકેજિંગ દ્વારા પ્રાદેશિક અસ્મિતાને પ્રસ્તુત કરે છે, જે દરેક રાજયની અસ્મિતાનું પ્રતીક છે અને સંચારના મૂળિયા પ્રાદેશિકતામાં રહેલા છે. એટલે ગયા વર્ષથી એક્ષ્ટેન્શન સ્વરૂપે અમે ભારતની પ્રાદેશિક વિવિધતા દર્શાવવા વિશિષ્ટ કેનવાસ તરીકે કુલ્હડનો ફરી ઉપયોગ કર્યો છે અને અમે આ રીતે ભારતના કલાકાર સમુદાયને ટેકો આપવાનું ચાલુ રહેશે. આ કુલ્હડ એના કલાકારોની પ્રતિભા દર્શાવે છે અને આપણને તમામને વાઇબ્રન્ટ અને રંગીન કળાના કલેકશન જોવાની તક આપે છે, સાથે સાથે સ્થાનિક કલાકારોને ટેકો આપે છે. અમને આશા છે કે, આ કલાકારોના ઉત્થાન માટે #DeshKaKulhad  એક નાનું પગલું છે અને ગયા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દરેક દેશ કા કુલ્હડની ખરીદી માટે અમે કલાકાર સમુદાય માટે ટેકો આપવા વધારાની રકમનું પ્રદાન કરશે.'

આ હસ્તચિત્રિત કુલ્હડ ખરીદી કરવા અને ભારતીય કલાકારોને ટેકો આપવા માટે indiakichai.com પર ઉપલબ્ધ છે.

(11:41 am IST)