Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

'હું એને ભુલી નથી શકતો', પત્નિના મોત બાદ પતિએ સ્મશાનમાં જ કરી આત્મહત્યાઃ બે માસ પહેલા થયા હતા લગ્ન

૧૭ દિવસ પહેલા ટાઈલ્સ ઉપર લપસતાં પત્નિ હેમતલતા મોતને ભેટી હતીઃ ૨ મહિના પહેલા લગ્નના તાંતણે બંધાયેલા બંને પતિ-પત્નિ એક-બીજાને ખુબ જ પ્રેમ કરતા હતાઃ પત્નિના મોત બાદ આરક્ષક મનીષ ગમગીન રહેતો હતો

બાલોદ, તા.૧૩: પતિ પત્ની વચ્ચેના અતૂટ પ્રેમની કહાની છત્તીસગઢના બાલોદમાં સામે આવી છે. પતિ પત્ની વચ્ચેને પ્રેમ કેવો હોય એ આ કિસ્સા ઉપરથી જાણી શકાય છે. અહીં પત્નીના મોતાના આદ્યાતમાં પતિએ પણ રડી રડીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે નવાઈની વાત એ છે કે જે જગ્યાએ પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એજ જગ્યાએ પતિએ ઝાડ સાથે ફાંસો ખાઈના આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ કર્મી પતિની આત્મહત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ હૃદયદ્વાવક ઘટના અંગે વાત કરીએ તો બાલોદ પોલીસના ટોકાપાર નિવાસી મનીષ નેતામે ફાંસી લગાવેલી લટકતી લાશની સૂચના મળી હતી. જે બોરઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. બે મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા.

૧૭ દિવસ પહેલા ટાઈલ્સ ઉપર લપસતાં પત્ની હેમતલતા મોતને ભેટી હતી. ૨ મહિના પહેલા લગ્નના તાંતણે બંધાયેલા બંને પતિ-પત્ની એક-બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. પત્નીના મોત બાદ આરક્ષક મનીષ ગમગીન રહેતો હતો.

ગ્રામીણોની માનીએ તો પત્નીના અસમય મૃત્યુથી આદ્યાતમાં આવેલા આરક્ષક પતિ દરરોજ અંતિમ સંસ્કાર સ્થલ ઉપર જઈને પોતાની પત્નીને યાદ કરીને રડતો હતો. દરરોજની જેમ બુધવારે પણ મનીષ અંતિમ સંસ્કાર સ્થળ ઉપર પહોંચ્યો હતો અને રડવા લાગ્યો હતો. થોડા જ સમયમાં બાવળના ઝાડ સાથે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા પહેલા વોટ્સએપ ઉપર સુસાઈડ નોટ પોતાના ભાઈને મોકલી હતી. આત્મહત્યાની ખબર મળતાં જ હડકંપ મચી ગયો હતો. સુસાઈડ નોટમાં આરક્ષક મનીષ નેતામે લખ્યું હતું કે માત્ર બે મહિના થયા છે અમારા લગ્નને. હું લતાને ભૂલાવી શકતો નથી. આટલી મહેનતથી દ્યરના લોકો સાથે મળીને નવું દ્યર બનાવ્યું હતું.

વહેલી તકે લગ્ન પણ કર્યા હતા. પરંતુ ખબર નહીં ભગવાનને શું મંજૂર થયું હતું. હવે આ ઘરમાં બિલ્કુલ પણ મન લાગતું નથી. મનીષે વધુમાં લખ્યું હતું કે છોટુ, પપ્પા અને દીદી લોકોને મને માફ કરવાનું કહી દેજો. જેણે પોતાની પ્યારી લતાની જવાબદારી મને આપી હતી. જે હું નિભાવી ન શકયો. આ ફોન લતાએ મને ગિફ્ટ આપ્યો હતો.

મારી ઈચ્છા છે કે આ ફોન છોટું ચવાલે. મને ખબર છે કે એ ના પાડશે. તેને કહેજો કે મારી વાત જરૂર માને. મનીષ નેતાએ પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવે એ જ જગ્યાએ મનીષે આત્મહત્યા કરી લીધી હતી. ૧૭ દિવસ પહેલા તેની પત્ની પંચતત્વમાં વીલિન થઈ હતી. આખા ગામે મનીષને ભીની આંખે વિદાય આપી હતી.

(11:40 am IST)