Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

શેરબજારમાં દિવાળીનો માહોલઃ સેન્સેકસ ૫૫૦૦૦ ઉપર

ભારતીય શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યોઃ બીએસઈ સેન્સેકસ પહેલીવાર ૫૫૦૦૦ ઉપર પહોંચ્યોઃ નિફટી પણ ૧૬૪૦૦ ઉપર : રોકાણકારોએ વિજળી, આઈટી અને બેન્કીંગ શેરોમાં ખરીદી કરતા બજારમાં તેજી આવીઃ સવારે ૧૦.૧૫ કલાકે સેન્સેકસ ૨૩૬ અને નિફટી ૭૨ પોઈન્ટ અપ

મુંબઈ, તા. ૧૩ :. મુંબઈ શેરબજારમાં આજે દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારે આજે એક નવો ઈતિહાસ રચ્યો છે અને બીએસઈ સેન્સેકસ પહેલીવાર ૫૫૦૦૦ ઉપર પહોંચ્યો છે. જ્યારે નિફટી પણ ૧૬૪૦૦ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

રોકાણકારો દ્વારા વિજળી, આઈટી અને બેન્કીંગ શેરોમા ખરીદી કરવામાં આવતા બજારમાં તેજી જોવા મળી રહી છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૩૬ પોઈન્ટ વધીને ૫૫૦૮૦ અને નિફટી ૭૨ પોઈન્ટ વધીને ૧૬૪૩૬ ઉપર ટ્રેડ કરે છે. આઈટી શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. આજે સેન્સેકસ ૫૪૯૧૧ ઉપર તો નિફટી ૧૬૯૮૫ ઉપર ખૂલ્યો હતો. હવે નિફટીનું નવુ સ્તર ૧૬૫૦૦ થાય તેવી શકયતા છે.

બજાજ ઓટો ૩૮૧૮, આઈટીસી ૨૧૧, મહિન્દ્રા ૭૮૪, લાર્સન ૧૬૩૮, વક્રાંગી ૪૦, સુપ્રા એન્જી. ૩૪૦, ઈન્ડીયા ગ્લાય ૭૩૨, પ્રિકોલ ૯૨, વોકહાર્ટ ૫૧૩, હિન્દુ કન્સ્ટ્ર. ૧૦, ટ્રાઈડન્ટ ૨૧, સનફાર્મા ૭૭૬, પાવર ગ્રીડ ૧૮૫, એરટેલ ૬૧૯, રેલીગેર ૧૫૦, વીઆઈપી ૪૪૮, ડીશ ટીવી ૧૩ ઉપર ટ્રેડ કરે છે.

ફુગાવો કાબુમાં આવતા અને ઔદ્યોગીક ઉત્પાદનના આંકડા સાનુકુળ આવતા બજારે છલાંગ લગાવી છે.

(10:55 am IST)