Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

PF સબસ્ક્રાઇબર્સને ૮.૫% વ્યાજ મળવાની શકયતા

નવી દિલ્હી,તા. ૧૩ : એમ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના ૬.૫ કરોડ સબસ્ક્રાઇબર્સને ટૂંબ સમયમાં સારા ન્યુઝ મળશે. EPFO ટૂંબ સમયમાં સબસ્કાઇબર્સના ખાતામાં ૮.૫ ટકા વ્યાજ જમા કરશે એ વાત EPFOએ ટવીટ કરીને કરી હતી. ટવીટર પર યુઝર્સના સવાલોનો જવાબ આપતાં EPFO)એ કહ્યું હતુ કે એની પ્રક્રિયા ચાલી રહી છે અને બહુ જલદી જોવા મળશે. EPFOએ કહ્યુ હતુ કે એકાઉન્ટમાં જ્યારે પણ વ્યાજને ક્રેડિટ કરવામાં આવશે. એ એક સાથે જમા કરવામાં આવશે. કોઇને વ્યાજનું નુકસાન નહીં થાય.

જો કે EPFO ટવીટમાં એ નથી જણાવ્યું કે પ્રોવિડન્ટ ફંડના વ્યાજના પૈસા કયારે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. મોદી સરકારે નાણા વર્ષ ૨૦૨૧-૨૧ માટે ૮.૫ ટકા વ્યાજની મંજુરી આપી દીધી છે.

એવું માનવામાં આવે છે કે ઓગસ્ટના અંત સુધીમાં પીએફના ૮.૫ ટકાનું વ્યાજ ટ્રાન્સફર કરવામાં આવશે.

(10:16 am IST)