Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

લઇ જાઓ તમારા ગોળ-ચણા, મારે નથી ખાવું જેલનું ભોજન

જેલ કર્મચારી પર આઇએએસ પૂજા સિંધલનો રોષ

રાંચી, તા.૧૩: ભ્રષ્‍ટાચારના ગંભીર આરોપોમાં સસ્‍પેન્‍ડ ઝારખંડની આઇએએસ પૂજા સિંધલની જેલમાં વીતેલી રાત બહુ કષ્‍ટદાયક હતી. જેલના મહિલા વોર્ડની જમની પર એક ચાદર પર તેણે રાત વીતાવી હતી. આખી રાત મચ્‍છરોએ પરેશાન કરી. ગુરૂવારે સવારે જેલનો નાસ્‍તો અને ગોળ તેના ગળેથી નીચે ના ઉતર્યા. તેણે આ નાસ્‍તો જોઇને જ ખાવાની ના પાડી દીધી. તેણે જેલ કર્મચારીઓને કહ્યું લઇ જાઓ આ ખાણું, મને ઇડી જ નાસ્‍તો કરાવશે.

જેલની અંદર પણ પૂજાનો આઇએએસવાળો મિજાજ જોવા મળ્‍યો. સવારે જયારે જમાદાર તેની પાસે પહોંચ્‍યો તો તેને ખખડાવી નાખતા કહ્યું ‘તમે લોકો કેવી વ્‍યવસ્‍થા રાખો છો? જેલને કેવી રાખવી જોઇએ તેની તમને ખબર નથી પડતી? સાફ સફાઇનું ધ્‍યાન પણ નથી રાખતા આવી ગંદકીમાં મારે કેવી રીતે રહેવું' મેડમને ગુસ્‍સે થયેલ જોઇને જેલ કર્મચારીઓએ મુંગા રહેવાનુ જ બહેતર માન્‍યું.

પૂજા સિંધલ બુધવારે રાત્રે લગભગ ૧૦: વાગ્‍યે જેલ પહોંચી હતી તેના પરિવારજનોએ તેને બેડશીટ કે ઓઢવાનું નહોતુ આપ્‍યુ. મહિલા વોર્ડમાં અપર ડીવીઝન સેલ નથી, ત્‍યાં સાદો વોર્ડ છે, જેમાં બેડની વ્‍યવસ્‍થા નથી. જમીન પર જ લગભગ ૧૦ ઇંચ ઉંચાઇનું બેડ જેવું પ્‍લેટફોર્મ બનેલુ હોય છે, કેદીઓને તેના પર જ સુવાનુ હોય છે. પૂજા સિંધલ માટે પણ આ વ્‍યવસ્‍થા જ હતી.

(3:06 pm IST)