Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો : સર્વે રોકવા અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટિએ કરેલી માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

ન્યુદિલ્હી : જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જ્યાં અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટિએ સર્વે રોકવા માંગણી કરી હતી જે નામદાર કોર્ટે ફગાવી દીધી છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે અને તેની સુનાવણી હવે પછી કરવામાં આવશે.

અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટિ વતી દાખલ કરવામાં આવેલી અરજી અંગે ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે અમારી પાસે આ મામલે કોઈ માહિતી નથી. તો અમે તરત જ ઓર્ડર કેવી રીતે જારી કરી શકીએ. અમે આ બાબતને સૂચિબદ્ધ કરી શકીએ છીએ. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે આ કેસ સંબંધિત ફાઇલો વાંચી નથી. તેમના અભ્યાસ બાદ જ ઓર્ડર જારી કરી શકાશે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:38 pm IST)