Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

યુપીના મદ્રેસાઓમાં રાષ્ટ્રગીત થયું ફરજીયાત

મદ્રેસા શિક્ષણ બોર્ડનો મહત્‍વની નિર્ણય

નવી દિલ્‍હી તા. ૧૩ : યુપીના મદરેસામાં ભણતા બાળકોએ હવે દરરોજ રાષ્ટ્રગીત ગાવાનું રહેશે. સીએમ યોગી આદિત્‍યનાથની સરકારે રાજયની તમામ મદરેસામાં દરરોજ જન-મન-ગણ ગાવાનું ફરજિયાત બનાવ્‍યું છે. યોગી સરકારના આ નિર્ણય સામે મુસ્‍લિમ સમાજે વાંધો ઉઠાવ્‍યો છે. મૌલાનાઓનું કહેવું છે કે જયારે મદરેસામાં ૧૫ ઓગસ્‍ટ અને ૨૬ જાન્‍યુઆરીએ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે તો તેને રોજ ફરજિયાત બનાવવાની શું જરૂર છે. સાથે જ સરકારે આ નિર્ણય મુસ્‍લિમ સમાજના હિતમાં લીધો હોવાનું જણાવ્‍યું છે.યુપી મદરેસા બોર્ડના અધ્‍યક્ષ ડાઙ્ઘ. ઇફિતખાર અહેમદ જાવેદે જણાવ્‍યું કે રાજયમાં આજથી મદરેસાઓ ખુલી છે અને તેમાં આલીમ અભ્‍યાસ માટે આવવા લાગ્‍યા છે. મદરેસાના આ બાળકો દેશના મુખ્‍ય પ્રવાહમાં આવે અને તેમનામાં દેશભક્‍તિની ભાવના વધે. આ માટે, સવારે અભ્‍યાસ શરૂ કરતા પહેલા અન્‍ય પ્રાર્થના સાથે રાષ્ટ્રગીત ગાવાનું પણ ફરજિયાત રહેશે. મદરેસા બોર્ડના અધ્‍યક્ષે જણાવ્‍યું હતું કે મદ્રેસાના બાળકો અન્‍ય સામાન્‍ય શાળાના બાળકો જેવા દેખાય અને દેશ અને દુનિયામાં પોતાની ઓળખ ઉભી કરે તે માટે બોર્ડ અગ્રતાના ધોરણે કામ કરવાનું ચાલુ રાખશે.

ડો.ઈફિતખાર અહેમદ જાવેદે કહ્યું કે પીએમ નરેન્‍દ્ર મોદી કહે છે કે મુસ્‍લિમોના બાળકોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્‍પ્‍યુટર હોવું જોઈએ. આ મુસ્‍લિમ સમાજને આગળ લઈ જવાની તેમની સકારાત્‍મક વિચારસરણી દર્શાવે છે. આ વિચારને આગળ વધારતા બોર્ડે હવે નિર્ણય લીધો છે કે નવા સત્રથી મદરેસાના બાળકો ધાર્મિક શિક્ષણની સાથે આધુનિક શિક્ષણ ફરજીયાતપણે ભણશે. આ સાથે તેઓ રાષ્ટ્રવાદની ભાવનાને આગળ વધારવા માટે દરરોજ રાષ્ટ્રગીત પણ ગાશે.

 

(12:16 pm IST)