Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

દાઉદ અને છોટા શકીલના ૨ સહયોગીઓની ધરપકડ

NIAની મોટી કાર્યવાહી

છોટા શકીલના સંબંધીઓ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફળ, સુહેલ ખંડવાની, સમીર હિંગોરાણી, કથિત હવાલા ઓપરેટર અબ્‍દુલ કયૂમ, અજય ગોસાલિયા, મોબીદા ભીવંડીવાલા, ગુડ્ડુ પઠાણ અને અસલમ સરોદિયા NIAના રડાર પર છે

નવી દિલ્‍હી તા. ૧૩ : નેશનલ ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (NIA)એ દાઉદ ગેંગ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલ છે કે એજન્‍સીએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા ડી કંપની કેસમાં બે શકમંદોની ધરપકડ કરી છે. આ શકમંદોને શુક્રવારે વિશેષ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અઠવાડિયે NIAએ લગભગ ૨૯ સ્‍થળો પર સર્ચ કર્યું હતું. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ છોટા શકીલના સહયોગી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ આરીફ અબુબકર શેખ (૫૯) અને શબ્‍બીર અબુબકર શેખ (૫૯) તરીકે કરવામાં આવી છે. NIAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે,  ‘બંને મુંબઈના પヘમિી ઉપનગરોમાં ડી કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ટેરર   ફાઇનાન્‍સિંગમાં સામેલ હતા.'

એવા અહેવાલ છે કે પાકિસ્‍તાનથી ઇન્‍ટરનેશનલ સિન્‍ડિકેટ ચલાવતા છોટા શકીલ વિરુદ્ધ ઇન્‍ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. તે ડ્રગ્‍સની હેરાફેરી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.

એક અધિકારીએ કહ્યું, ઙ્કતપાસમાં જાણવા મળ્‍યું છે કે સમગ્ર સિન્‍ડિકેટ દાઉદ ગેંગ સરહદ પારથી ચલાવી રહી છે. અમે ૨૧ લોકોને તેમની ભૂમિકા માટે બોલાવ્‍યા છે.

તપાસ ટીમમાં સામેલ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, છોટા શકીલના સંબંધીઓ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટ, સુહેલ ખંડવાની, સમીર હિંગોરાની, કથિત હવાલા ઓપરેટર્સ અબ્‍દુલ કયૂમ, અજય ગોસાલિયા, મોબિદા ભીવંડીવાલા, ગુડ્ડુ પઠાણ અને અસલમ સરોદિયા એનઆઈએના રડાર પર છે.

(11:17 am IST)