Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

હવે દુશ્મનોની ખેર નહિ :બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલની એક્સટેન્ડેડ રેન્જનું સફળ પરીક્ષણ

બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલન નવા વર્ઝનનું સફળ પરીક્ષણ : મિસાઈલે બંગાળની ખાડીમાં પોતાના ટાર્ગેટ પર સીધો પ્રહાર કર્યો.

નવી દિલ્હી : ભારતે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલન નવા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. આ બ્રહ્મોસ મિસાઈલને સુખોઈ-30 એમકેઆઈ યુદ્ધ વિમાન પરથી લોન્ચ કરવામાં આવી હતી. વિમાન પરથી મિસાઈલનું પ્રક્ષેપણ યોજના મુજબ જ રહ્યું. મિસાઈલે બંગાળની ખાડીમાં પોતાના ટાર્ગેટ પર સીધો પ્રહાર કર્યો હતો

બ્રહ્મોસનું આ નવું વર્ઝન હવામાંથી લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે છે. આ સાથે જ ભારતીય વાયુસેનાએ ઘણા લાંબા અંતર સુધી જમીન કે સમુદ્રમાં ટાર્ગેટ પર સુખોઈ વિમાન પરથી નક્કર હુમલો કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે.

ભારતીય વાયુસેના, ભારતીય નેવી, ડીઆરડીઓ, બીએપીએલ અને હિન્દુસ્તાન એરોનોટિકલના સંયુક્ત પ્રયાસોથી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. સુખોઈ વિમાનના હાઈ પર્ફોમન્સની સાથે એર લોન્ચ બ્રહ્મોસ મિસાઈલનું લાંબા અંતરની ક્ષમતાએ ભારતીય વાયુસેનાને રણનૈતિક રીતે લીડ અપાવી છે.

(12:32 am IST)