Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

કેરળઃ કોચિન શિપયાર્ડમાં વિસ્ફોટઃ ૫ના મોત

૧૧ને ઇજાઃ વિસ્ફોટનું કારણ અકબંધઃ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યકત કર્યો

કોચીન તા. ૧૩ : કેરળના કોચિન શિપયાર્ડમાં વિસ્ફોટ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં પાંચ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યાં છે. આ બ્લાસ્ટમાં ૧૧ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ ફાયરબ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે. આગ પર કાબૂ મેળવવાની કોશિષ ચાલી રહી છે.

જો કે પ્રાથમિક વિગત મુજબ ONGCનું સાગર ભૂષણ નામનું આ શિપ સમારકામ માટે કોચ્ચિન શિપયાર્ડ લવાયું હતું. આ દરમિયાન વોટર ટેન્કમાં કોઈ કારણસર બ્લાસ્ટ થયો હતો.કોચ્ચિન શિપયાર્ડ લિમિટેડના પ્રવકતાએ જણાવ્યું કે, 'બે ક્રૂ મેમ્બર શિપની અંદર ફસાયેલાં છે. જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.'

મીડિયા રિપોર્ટ્સના મતે મંગળવારના રોજ અચાનક જ શિપયાર્ડમાં જોરથી ઘડાકાનો અવાજ સંભળાયો. ત્યારબાદ અફડાતફડીનો માહોલ સર્જોય હતો. અકસ્માતમાં ૫ લોકોના મોતની માહિતી મળી છે. જયારે ૧૧ લોકોને ઇજા પહોંચી છે. શિપયાર્ડમાં ધડાકાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ધડાકાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાંસપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યકત કર્યો છે. ઘાયલોને તમામ મેડિકલ સુવિધાઓ આપવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.

(4:13 pm IST)
  • દુબઈમાં તૈયાર થઈ વિશ્વની સૌથી ઊંચી હોટલ : દુબઈએ વિશ્વની સૌથી ઉંચી હોટલ બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો : આ છે હોટલ ગેવોરા. જે વિશ્વની સૌથી ઉંચી હોટલ છે. હોટલની ઉંચાઈ 356 મીટર છે. એટલે કે 1 હજાર 186 ફૂટ. સોનાથી બનેલી હોટલ ગેવોરા 75 માળની છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 વન બેડ રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે : હોટલ ગેવોરા શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે : આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે : આ વિશાળ હોટલમાં 6 લિફ્ટ છે. દરેક લિફ્ટ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે : આ પહેલા પણ વિશ્વની સૌથી ઉંચી હોટલનો રેકોર્ડ દુબઈના નામે જ હતો. હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત એક મીટર ઉંચી છે access_time 9:39 am IST

  • કચ્છના દરિયામાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝબ્બેઃ ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાનના ૭ માછીમારો સાથે અલ હિલાલ નામની પાકિસ્તાની બોટ કોસ્ટગાર્ડે લીધી છે access_time 3:42 pm IST

  • આઈટીના તપાસમાં ધડાકા? : બિટકોઈનમાં મોટાભાગનું રોકાણ બે નંબરી જ છે... : સુરત : બિટકોઈન રોકાણકારોના મોટાભાગના રૂપિયા બે નંબરી હોવાનું આવકવેરાની તપાસમાં ખુલ્યુ : નાણા રોકાણકારો પાસેથી ૩૦ ટકા દંડ વસૂલાશે : ૧૦૦ લોકોના એકાદ કરોડ ડૂબ્યા access_time 4:17 pm IST