News of Tuesday, 13th February 2018

ઘરમાં પેન્ટ નહિ, પણ સાડી પહેરતો હતો પતિ, મહિલાએ માગ્યા છુટાછેડા

'રાતે મેકઅપ કરે છે પતિ'

બેંગલુરૂ : ઇન્દિરાનગરમાં રહેતી ૨૯ વર્ષીય મહિલાએ પતિ પર નપુંસકતાને છુપાવવાનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી છે કે, તે તેના પતિથી કંટાળી ગઈ હતી અને હવે અલગ થવા માગે છે. તેણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, પતિનો પહેરવેશ મહિલાઓ જેવો છે, તેની હરકતો પણ એવી જ છે.

 

બન્નેરઘટ્ટા રોડ પર સોફટવેર કંપનીમાં કાર્યરત સુનીતા (નામ બદલ્યું છે)એ પોલીસને ફરિયાદમાં કહ્યું છે કે, કે, 'મારો પતિ સાડી પહેરવાનું પસંદ કરે છે અને મારાં ઘરેણાં તથા મેકઅપનો ઉપયોગ કરી રાતમાં મહિલાની જેમ તૈયાર થાય છે.' અનીતા કહે છે કે, 'એક વર્ષ પહેલાં તેના લગ્ન થયાં હતાં, પરંતુ હજી સુધી તેમને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો નથી, કારણ કે પતિ નપુંસક છે અને મહિલાની જેમ વ્યવહાર કરે છે. પતિ માત્ર લેસ્બિયન સેકસ કરવા માગે છે.'

સિટી પોલીસ દ્વારા શરૂ કરાયેલી વીમેન્સ હેલ્પલાઇન, વનિતા સહયવનીના સિનિયર કાઉન્સલર સરસ્વતીના જણાવ્યાનુસાર, 'બેંગલુરુમાં માતાપિતાની મરજીથી તેમનાં લગ્ન થયાં હતાં, પરંતુ પહેલી રાતથી જ નવીન મહિલાઓની જેમ વ્યવહાર કરી રહ્યો હતો. આ સેન્ટરમાં દંપતીનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું છે.'

નવીનની સાથે તેના સંબંધો પૂરાં કરવા માગતી સુનીતા કહે છે કે, 'અમારા લગ્ન નપુંસકતા અને જન્મજાત દોષને કારણે સફળ થયાં નથી. તે મહિલાઓની જેમ વ્યવહાર કરે છે. આઈટીમાં કામ કરતો નવીન દિવસમાં ઓફિસ જાય છે અને રાતે સાડી પહેરીને મહિલાઓની જેમ વ્યવહાર કરે છે.' જોકે નવીન પણ ડિવોર્સ માટે તૈયાર છે.(૨૧.૯)

(10:49 am IST)
  • દુબઈમાં તૈયાર થઈ વિશ્વની સૌથી ઊંચી હોટલ : દુબઈએ વિશ્વની સૌથી ઉંચી હોટલ બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો : આ છે હોટલ ગેવોરા. જે વિશ્વની સૌથી ઉંચી હોટલ છે. હોટલની ઉંચાઈ 356 મીટર છે. એટલે કે 1 હજાર 186 ફૂટ. સોનાથી બનેલી હોટલ ગેવોરા 75 માળની છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 વન બેડ રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે : હોટલ ગેવોરા શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે : આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે : આ વિશાળ હોટલમાં 6 લિફ્ટ છે. દરેક લિફ્ટ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે : આ પહેલા પણ વિશ્વની સૌથી ઉંચી હોટલનો રેકોર્ડ દુબઈના નામે જ હતો. હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત એક મીટર ઉંચી છે access_time 9:39 am IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST