Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઉત્તરપ્રદેશ ચૂંટણી પહેલા શિવસેનાના નેતા સંજય રાઉત અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત વચ્ચે મુલાકાત

સંજય રાઉતે જણાવ્યુ કે, ઉત્તર પ્રદેશમાં શિવસેના 50થી 100 બેઠક પર ચૂંટણી લડશે

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેનાના નેતા સંજય રાઉત અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત વચ્ચે મુલાકાત થઈ છે. સંજય રાઉત રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરવા મુજફ્ફરનગરમાં આવેલા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા

ઉત્તર પ્રદેશમાં ટિકૈત અને સંજય રાઉતની મુલાકાતને અનેક રાજકીય દ્રષ્ટીકોણથી જોવામાં આવી રહી છે. આ મુલાકાત બાદ સંજય રાઉતે જણાવ્યુ કે, ઉત્તર પ્રદેશમાં શિવસેના 50થી 100 બેઠક પર ચૂંટણી લડશે.

સંજય રાઉતે વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માગ કરી છે. કેમ કે, અમને ઈવીએમ પર વિશ્વાસ નથી. રાઉતે વધુમાં જણાવ્યુ કે, અમારી લડાઈ ભાજપ સાથે છે.

(1:03 am IST)