Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ભારતે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ની ખરીદી કરતા અમેરિકા નારાજ : પ્રતિબંધ મૂકે તેવી શકયતા

પ્રતિબંધ પોલિસી સલાહકાર જેમ્સ ઓ બ્રાયને ભારતને આડકતરી ધમકી આપી

નવી દિલ્હી :અમેરિકાના પ્રમુખ જો બાઈડેનના પ્રતિબંધ પોલિસી સલાહકાર જેમ્સ ઓ બ્રાયને ભારતને આડકતરી ધમકી આપતા એક નિવેદન કર્યું હતું કે રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ની ખરીદી બદલ અમેરિકા ભારતને નિરાશ કરી શકે છે. અમેરિકાએ પ્રતિબંધ મૂકવો કે કેમ તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી.અમેરિકાએ કાઉન્ટરિંગ અમેરિકાસ એડવસરીઝ થુ્ર સેંક્શન એક્ટ હેઠળ રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન ઉપર પ્રતિબંધો મૂક્યા છે.

આ જ પ્રતિબંધ ભારત ઉપર પણ મંડરાઈ રહ્યો છે. ભારતે રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ની ખરીદી કરી છે. તેના કારણે અમેરિકાએ ભારત પર પ્રતિબંધ મૂકવાનું નિવેદન કર્યું છે.
અમેરિકન પ્રમુખ જો બાઈડેનના પ્રતિબંધ પોલિસીના સલાહકાર સેનેટર જેમ્સ ઓ બ્રાયને એક નિવેદનમાં કહ્યું હતું કે બાઈડન સરકારે હજુ સુધી ભારત પર પ્રતિબંધ મૂકવો કે નહીં તે બાબતે વિચાર્યું નથી. ભારતે રશિયા પાસેથી ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે તે બાબતે અમેરિકા ભારતને નિરાશ કરી શકે છે. ભારતે ૨૦૧૮માં રશિયા સાથે પાંચ અબજ ડોલરનો કરાર કર્યો હતો. એ પ્રમાણે રશિયા ભારતને પાંચ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આપશે. એમાંથી એક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦નું ઈન્સ્ટોલેશન થઈ રહ્યું છે અને ફેબુ્રઆરીમાં એ સક્રિય પણ થઈ જશે.
રશિયાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી તેનાથી અમેરિકાએ શરૃઆતથી જ વાંધો ઉઠાવ્યો હતો. ટ્રમ્પ પ્રમુખ હતા એ વખતે જ અમેરિકન સરકારે આ બાબતે વિરોધ કરવાનું શરૃ કર્યું હતું. બાઈડેનની સરકારે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ હવે જ્યારે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ કાર્યરત થવાની તૈયારીમાં છે ત્યારે ભારત ઉપર જે કાયદા હેઠળ રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ જ કાયદા હેઠળ પ્રતિબંધ મૂકવાની આડકતરી ધમકી આપી છે.

(12:39 am IST)