Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ચીનની વધુ એક ચાલબાજીનો પર્દાફાશ :દેપસાંગમાં દૌલતબેગ ઓલ્ડી પાસે સૈન્ય ઠેકાણાનું કરે છે નિર્માણ

સેટેલાઈટ તસવીરના માધ્યમથી ડ્રેગનના ષડયંત્રનો થયો ખુલાસો : 2020-21 વચ્ચે ચીને નિર્માણ કાર્યને અંજામ આપ્યો: ચીને અનેક છાવણી અને સૈનિકો માટે ઘર બનાવ્યા :મોટી સંખ્યામાં સૈનિકોને પણ તૈનાત કર્યા

નવી દિલ્હી :ભારત અને ચીન વચ્ચે યોજાયેલી 14મા તબક્કાની બેઠક નિષ્ફળ ગયા બાદ ચીનની વધુ એક ચાલબાજી સામે આવી છે. ચીન દેપસાંગમાં આવેલા દૌલતબેગ ઓલ્ડી પાસે સૈન્ય ઠેકાણાનું નિર્માણ કરી રહ્યુ છે. એક તરફ ચીન બેઠક કરી શાંતિ વાર્તાનો ડહોળ કરે છે તો બીજી તરફ ચીન સરહદ પર ષડ્યંત્ર રચી રહ્યુ છે.

ભારત અને ચીન વચ્ચે 14માં તબક્કાની સૈન્ય બેઠક બાદ ચીનનું ષડ્યંત્ર સામે આવ્યુ છે. ચીન દેપસાંગમાં આવેલા દૌલતબેગ ઓલ્ડી પાસે સૈન્ય ઠેકાણાનું નિર્માણ કરી રહ્યુ છે. ચીનના આ ષડ્યંત્રનો ખુલાસો સેટેલાઈટ તસવીરના માધ્યમથી થયો છે. ચીન દેપસાંગમાં સૈન્યની મજબૂત સ્થિતિ માટે સતત નિર્માણ કાર્યને પ્રોત્સાહન આપી રહ્યુ છે. ચીન ભારત સાથે જોડાયેલી સરહદ પર કિલ્લાબંધી કરવા માગે છે. ચીન સૈન્ય ઠેકાણા સાથે વિશાળ બંકર બનાવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સેટેલાઈટ તસવીરમાં સામે આવ્યુ કે, 2020-21 વચ્ચે ચીને નિર્માણ કાર્યને અંજામ આપ્યો છે. આ સાથે ચીનની દેપસાંગમાં સૈન્ય પકડ મજબૂત થઈ છે.

ચીને અનેક છાવણી અને સૈનિકો માટે ઘર બનાવ્યા છે. દેપસાંગમાં ચીને મોટી સંખ્યામાં સૈનિકોને પણ તૈનાત કર્યા છે. સરહદ પર સૈન્ય સ્થિતિ મજબૂત કરી ચીન ગોગરા હોટ સ્પ્રિગથી પાછળ હટવાનો પણ ઈનકાર કરી રહ્યું છે. ચીન દેપસાંગમાં પેટ્રોલિંગ પણ વધાર્યું છે. ભારત અને ચીન વચ્ચે યોજાયેલી સૈન્ય બેઠક સફળ રહી પરંતુ તેમા કોઈપણ પ્રકારનું સકારાત્મક પરિણામ આવ્યું નથી. જેથી એવું નક્કી થયુ કે, ચીન સૈન્ય બેઠકના નામે માત્ર દગાખોરી કરી સરહદ પર સૈન્ય ગતિવિધિ વધારી રહ્યું છે.

(12:04 am IST)