Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ : છેલ્લા 24 કલાકમાં 46.406 પોઝીટીવ કેસ નોંધાયા : 36 દર્દીઓના મોત

મુંબઈમાં આજે 13,702 નવા કેસ અને 6 મૃત્યુ : હાલમાં 95,123 સક્રિય કેસ

મુંબઈ :  મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 46,406 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 34,658 લોકો ડિસ્ચાર્જ થયા અને 36 લોકોનાં મોત નિપજ્યા છે. ખાસ વાત એ છે કે રાજ્યમાં આજે ઓમિક્રોનનો એક કેસ નોંધાયો નથી.

મુંબઈમાં ગુરુવારે ફરી નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે 13,702 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે બુધવારે 16,420 નવા કેસ મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં મેટ્રો સિટીમાં 20,849 લોકો ડિસ્ચાર્ઝ થયા છે અને 6 લોકોના મોત નિપજ્યા છે. કુલ એક્ટિવ કેસ ફરી 1 લાખથી નીચે આવી ગયા છે. હવે મુંબઈમાં 95,123 એક્ટિવ કેસ છે.

(11:32 pm IST)