Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પંજાબમાં ચૂંટણી પહેલા ISYFના ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરાયો : અનેક સ્થળોએથી 2.5 કિલો RDX અને મોટાપાયે હથિયારો જપ્ત

ગુરદાસપુરના લખનપાલ ગામના અમનદીપ કુમાર ઉર્ફે મંત્રીના કબૂલાત બાદ ત્રણ દિવસ ઠેર ઠેર દરોડા : અમનદીપ પઠાણકોટમાં થયેલા ગ્રેનેડ હુમલાની બે ઘટનાઓમાં મુખ્ય આરોપી

પંજાબમાં ચૂંટણી પહેલા આતંકવાદીઓ એક મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ISYFના ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યા પછી, પંજાબ પોલીસે ત્રણ દિવસમાં રાજ્યના અનેક સ્થળોએથી 2.5 કિલો RDX જપ્ત કર્યું છે. આ સાથે એક ડિટોનેટર, કોડેક્સ વાયર, 5 ફ્યુઝ, એકે-47 રાઈફલ અને 12 કારતૂસ પણ મળી આવ્યા છે.

ગુરુવારે આ માહિતી આપતા પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વીકે ભાવરાએ કહ્યું કે ગુરદાસપુરના લખનપાલ ગામના રહેવાસી અમનદીપ કુમાર ઉર્ફે મંત્રીના કબૂલાત પર આ બધુ મળી આવ્યું હતું .

તાજેતરમાં પઠાણકોટમાં થયેલા ગ્રેનેડ હુમલાની બે ઘટનાઓમાં તે મુખ્ય આરોપી છે. એસએસપી એસબીએસ નગર કંવરદીપ કૌરે જણાવ્યું હતું કે અમનદીપના ખુલાસા બાદ ટીમોને ગુરદાસપુર જિલ્લામાં મોકલવામાં આવી હતી અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

અમનદીપના જણાવ્યા અનુસાર આ સામગ્રીનો ઉપયોગ IED બનાવવા માટે થવાનો હતો. આ કન્સાઇનમેન્ટ અમનદીપને ISYF (રોડે) ના સ્વયં-ઘોષિત ચીફ લખબીર સિંહ રોડે દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું, જે હાલમાં પાકિસ્તાનમાં રહે છે, તેના સાથી અને આ આતંકવાદી જૂથના સંચાલક સુખપ્રીત સિંહ ઉર્ફે સુખ નિવાસી દીનાનગરની મદદથી કાર્ય પાર પડ્યું હતું

અમનદીપ ઉર્ફે મંત્રી SBS નગર પોલીસે ધરપકડ કરેલા છ ISYF ઓપરેટિવ્સમાંનો એક છે. આ આરોપીઓએ પઠાણકોટ આર્મી કેમ્પ સહિત પઠાણકોટમાં બે ગ્રેનેડ હુમલા કર્યાની કબૂલાત કરી છે. પોલીસે તેમના કબજામાંથી કારતૂસ અને મેગેઝીન સાથે છ હેન્ડ ગ્રેનેડ (86P), એક પિસ્તોલ (9 mm), એક રાઈફલ (.30 બોર) પણ જપ્ત કરી છે

(11:21 pm IST)