Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ આપ્યું વિવાદી નિવેદન : કહ્યું ઓમીક્રોન સ્વાગત કરવા જેવો વેરિયન્ટ

WHOએ કહ્યું છે કે લોકોને મારવાવાળા કોઇ પણ વાયરસનું સ્વાગત ન થઇ શકે

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો કોરાનાને લઇને ફરી વિવાદી નિવેદન આપ્યું છે હવે તેમણે વિશ્વભરમાં કોરોનાના સંક્રમમ વધવા માટે જવાબદાર ઓમીક્રોન વેરિયન્ટ વિશે પાયાવિહાણું નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે ઓમીક્રોનને વેક્સીન વાયરસ કહી શકાય અને તે સ્વાગત યોગ્ય વેરિયન્ટ છે.બોલ્સોનારોએ ક્હયું કે જે વિશેષજ્ઞ દવા કંપનીઓ સાથે જોડાયેલા નથી તેમનું કહેવું છે કે ઓમીક્રોન સ્વાગત કરવા જેવો વેરિયન્ટ છે, કારણ કે તે મહામરીના અંતનો સંકેત આપી રહ્યો છે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિએ બુધવારે ગજેટા બ્રાઝીલ વેબસાઇટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે કેટલાંક વિશેષજ્ઞ અને ગંભીર લોકો અને જે દવા સાથે સંકળાયેલા નથી તેમનું કહેવું છે કે ઓમીક્રોન સ્વાગત યોગ્ય વેરિયન્ટ છે અને તે હકિકતમાં મહામારીના અંતનો સંકેત આપે છે.

બોલ્સોનારોના નિવદન પર વિશ્વ આરોગ્ય સંગઠને લાલચોળ થઇ ગયું હતું અને કડક શબ્દોમાં WHOએ કહ્યું છે કે લોકોને મારવાવાળા કોઇ પણ વાયરસનું સ્વાગત ન થઇ શકે. જિનેવામાં એક સંવાદદાતા સંમેલનમાં WHOના ઇમરજન્સી ડાયરેકટર માઇક રયાને કહ્યું હતું કે ઓમીક્રોનના સંક્રમણની ગંભીરતા ઓછી છે, પરંતુ એનો મતલબ બિલકુલ એ નથી કે તે હળવી બિમારી છે.

તેમણે કહ્યું કે દુનિયાભરના અનેક લોકો હોસ્પિટલ કે આઇસીયૂમાં શ્વાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે,જે બાબત સ્પષ્ટ છે કે એ કોઇ હલકી બિમારી નથી.

WHOના અધિકારીએ ક્હયું કે આ વાયરસને આપણે વેક્સીનથી રોકી શકીએ છે, પરંતુ આ એ સમય નથી કે વાયરસનું સ્વાગત કરવા જેવી વાત કરીએ.

છેલ્લાં 2 વર્ષમાં કોરોના વાયરસને કારણે બ્રાઝીલમાં 6 લાખથી વધારે લોકોના મોત થયા છે. છતા દેશના રાષ્ટ્રપતિ આવી લાપરવાહી વાળી વાત કરી રહ્યા છે. તેમણે અગાઉ પણ કોરોનાને મામુલી ફલૂ તરીકે ગણાવ્યો હતો.

(11:20 pm IST)