Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

યુપીમાં ભાજપનું ઘર સળગ્યું :વધુ નુકશાની ના થાય એટલે ભાજપ કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે પણ ચૂંટણી લાવ્યું: શક્તિસિંહ ગોહિલ

ભાજપને માટે રામનો મરે કે રહીમનો મરે તેની ચિંતા નથી. તેને તેનું તરભાણુ ભરાય તેમાં જ રસ છે : તળાજામાં એમ્બ્યુલન્સ અર્પણ કાર્યક્રમમાં આવેલ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આકરા પ્રહાર

ભાવનગરના તળાજામાં ધારાસભ્ય કનુભાઈ બારૈયાની 35 લાખની ગ્રાન્ટમાંથી તળાજાના નગરજનો માટે એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અહીં આવેલા શક્તિસિંહ ગોહિલએ 5 રાજ્યોની ચૂંટણી અંગે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા શક્તિસિંહ ગોહિલે  જણાવ્યું કે ભાજપને માટે રામનો મરે કે રહીમનો મરે તેની ચિંતા નથી.તેને તેનું તરભાણુ ભરાય તેમાં જ રસ છે તેમને એમ પણ કહ્યું કે ઉત્તરપ્રદેશમા ભાજપનું ઘર સળગ્યું છે અને વધુ નુકશાનીના થાય તે માટે ભાજપ કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે પણ ચૂંટણી લાવ્યું છે'

ભાવનગરના તળાજા ખાતે તળાજા વિસ્તારની જનતાની સેવામાં સુવિધા યુક્ત એમ્બ્યુલન્સ નો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાની ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલન્સ પ્રજા હિટ માટે અર્પણ કરાઈ હતી

 આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,રાજ્યસભાના સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલ,તેમજ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર સહિતના મહાનુભાવો હાજર રહયા હતા

આ પ્રસંગે ભાવનગર શહેર અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સનખ્યામાં હાજર રહ્યા. હતા. આ એમ્બ્યુલન્સ લોકાર્પણ સમારોહમા આવેલા મહાનુભાવોએ વિકાસના મુદ્દા ને લઈ ને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા બીજી લહેરમાં લોકોએ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો તેવા સમયે ધારાસભ્ય કનું બારૈયા એ પોતાની ગ્રાન્ટ માંથી આ આઈ સી યુ એમ્બ્યુલન્સ લોકો માટે ફાળવતા આગેવાનો એ તેમને શુભેચ્છા પાઠવી હતી

(10:27 pm IST)