Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેન આસામના ડીએસપી તરીકે નિયુક્ત : બોર્ગોહેને પોલીસ વિભાગનો આભાર માન્યો અને ખાતરી આપી કે તે રાજ્યને વધુ ગૌરવ અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે

આસામ : ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેન આસામના ડીએસપી તરીકે નિયુક્ત થયા છે. લાગણીશીલ બોર્ગોહેને પોલીસ વિભાગનો આભાર માન્યો અને ખાતરી આપી કે તે રાજ્યને વધુ ગૌરવ અપાવવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરશે.

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેનને બુધવારે આસામ પોલીસમાં ટ્રેઇની ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ (ડીવાયએસપી) તરીકે દાખલ કરવામાં આવેલ. જેઓ પાઇપિંગ સેરેમનીમાં જોડાયા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેણીને ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) કેડરમાં સામેલ કરવામાં આવશે.
કાર્યક્રમમાં બોલતા, સરમાએ જણાવ્યું હતું કે બોર્ગોહેને ગયા વર્ષના ટોક્યો ઓલિમ્પિકમાં બોક્સિંગમાં બ્રોન્ઝ જીતવું એ કદાચ રાજ્યના રમતગમતના ઇતિહાસની સૌથી ગૌરવશાળી ક્ષણોમાંની એક હતી.

મુગ્ધની ઉંમરને જોતાં, તેણીએક દિવસ આસામ પોલીસ સર્વિસ (APS) માં ટોચનું સ્થાન પ્રાપ્ત કરશે તેવું સરમાએ  જણાવ્યું હતું.તેવું ઈ.એ.દ્વારા જાણવા મળે છે.

(8:22 pm IST)