Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

આરએસએસરૃપી નાગ અને ભાજપરૃપી સાપનો ખાતમો કરીશું

યોગી સરકારમાંથી રાજીનામું આપનારા મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યનો દાવો : મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાને નોળિયા ગણાવ્યા

નવી દિલ્હી, તા.૧૩ : યોગી આદિત્યનાથની કેબિનેટમાંથી રાજીનામુ આપીને ભાજપ સાથે છેડો ફાડનારા મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય આકરા પાણીએ છે.

ભાજપ પર તેમણે પ્રહારો કરતા આરએસએસને નાગ અ્ને ભાજપની સરખામણી સાપ સાથે કરી છે અને પોતાને નોળિયા ગણાવ્યા છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે, નાગ રુપી આરએસએસ અને સાપ રુપી ભાજપનો હું નોળિયો બનીને ભાજપમાંથી ખાત્મો કરીને જ રહીશ.

ભાજપમાંથી રાજીનામા આપવાની જાણે હરિફાઈ ચાલી રહી છે ત્યારે જ સ્વામી પ્રસાદ મૌર્યે ભાજપ સામે આકરા તેવર દેખાડયા છે.મૌર્ય સામે બુધવારે સાત વર્ષ જુના મામલામાં એક વોરંટ પણ જાહેર થયુ છે.જેના પર સ્વામી પ્રસાદે કહ્યુ હતુ કે, વોરંટ આવવા દો .જે પણ પ્રક્રિયા હશે તેનુ હું પાલન કરીશ.

આવતીકાલે, ૧૪ જાન્યુઆરીએ મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.તેઓ કહી ચુકયા છે કે, મારો અંતિમ ધડાકો ભાજપના તાબૂતમાં ખીલી ઠોકવા બરાબર હશે.

(7:20 pm IST)