Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના એક પછી એક નેતાઓની ખડતી વિકેટઃ હવે ફિરોઝાબાદની શિકોહાબાદ વિધાનસભા સીટના ધારાસભ્‍ય મુકેશ વર્માએ બળવો પોકાર્યો

અત્‍યાર સુધીમાં 7 ધારાસભ્‍યોએ ભાજપ તરફથી મોઢુ ફેરવી લીધુ

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વિકેટ એક પછી એક ખરી રહી છે. તાજેતરમાં જ સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહની સાથે કેટલાય રાજીનામા બાદ હવે ફિરોઝાબાદની શિકોહાબાદ વિધાનસભા સીટ પરથી ભાજપ ધારાસભ્ય મુકેશ વર્માએ બળવો પોકાર્યો છે. છેલ્લા એક બે દિવસમાં આ સાતમાં ધારાસભ્ય છે, જેમણે ભાજપ તરફથી મોં ફેરવી લીધું છે. વર્માએ ગુરૂવારે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યા બાદ કહ્યું કે, સ્વામી પ્રસાદ મૌર્ય અમારા નેતા છે અને તે જે પણ નિર્ણય કરશે. અમે તેનું સમર્થન કરીશું. વર્માએ દાવો કર્યો છે કે, આવાનારા સમયમાં હજૂ પણ અન્ય નેતાઓ તેમની સાથે આવશે.

એક ટ્વીટમાં વર્માએ કહ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન દલિત, પછતાં અને લધુમતી સમુદાયના નેતાઓ તથા જનપ્રતિનિધિઓની ક્યાં માન સન્માન મળતું નથી. તથા યોગી સરકારમાં દલિતો, પછાતો અને બેરોજગારીની ઉપેક્ષા કરવામાં આવી છે. આ જ કારણ છે કે, મેં ભારતીય જનતા પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ છોડી દીધું છે.

વર્માએ મોટા સમર્થનનો દાવો કરતા કહ્યું કે, અમારી સાથએ 100 ધારાસભ્ય છે અને ભાજપને દરરોજ ઈંજેક્શન આપતા રહીશું. તેમણે કહ્યું કે, ભાજપ ઉંચ્ચવર્ણની પાર્ટી છે અને તેમાં દલિતો તથા પછાતને કોઈ સન્માન નથી મળતું. દાવો કરવામાં આવ્યો છે કે, પાર્ટીએ પછાતને ટાર્ગેટ કરીને નોકરી લાગવા દીધી નહીં. વર્માએ કહ્યું છે કે, ભાજપ દલિત, લધુમતી અને પછાત વિરોધી પાર્ટી છે.

(5:32 pm IST)