Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ચૂંટણી મોકૂફ રાખવી એ કોર્ટનું કામ નથી : ઉત્તરાખંડ હાઈકોર્ટે રાજ્યની વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવાનો ઈન્કાર કર્યો : કોવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને 14 ફેબ્રુઆરીના રોજ આયોજિત ચૂંટણી મુલતવી રાખવા અથવા રેલીઓ પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન નામદાર કોર્ટનું મંતવ્ય

ઉત્તરાખંડ : કોવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને 14 ફેબ્રુઆરીના રોજ આયોજિત ચૂંટણી મુલતવી રાખવા અથવા રેલીઓ પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન ઉત્તરાખંડ હાઈકોર્ટે રાજ્યની વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવાનો ઈન્કાર કર્યો છે.તથા જણાવ્યું છે કે ચૂંટણી મોકૂફ રાખવી એ કોર્ટનું કામ નથી .

એક્ટિંગ ચીફ જસ્ટિસ (ACJ) સંજય કુમાર મિશ્રા અને જસ્ટિસ એનએસ ધાનિકની ડિવિઝન બેન્ચે શારીરિક રેલીઓ પર પણ પ્રતિબંધ મૂકતા કોઈપણ નિર્દેશો પસાર કરવાનો ઇનકાર કર્યો હતો.

ECI વતી હાજર રહેલા એડવોકેટ શોભિત સહરિયાએ કોર્ટને જાણ કરી હતી કે ચૂંટણી માટેના રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધી શારીરિક રેલીઓ પર પહેલાથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને ECI દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વધુ માર્ગદર્શિકા જારી કરવામાં આવશે તે પછી આ અવલોકનો આવ્યા છે.
 

સહરિયાએ દલીલ કરી હતી કે પોલ બોડીએ પહેલાથી જ ઓનલાઈન નોમિનેશન પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે અને ફિઝિકલ નોમિનેશન માટે ઉમેદવારની સાથે જવાની મંજૂરી ધરાવતા લોકોની સંખ્યાને બે સુધી મર્યાદિત કરી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભીડને નિયંત્રિત કરવા માટે અન્ય કેટલાક પગલાઓ સાથે સ્ટાર પ્રચારકોની સંખ્યા પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.
(5:24 pm IST)