Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝે ગુજરાતમાં ગ્રીન એનર્જી તથા અન્‍ય પ્રોજેકટ્‍સ માટે રૂા. પ.૯પ લાખ કરોડના રોકાણ માટે MoU પર હસ્‍તાક્ષર કર્યા :રાજયમાં ૧૦ લાખ રોજગારી તકોનું સર્જન કરશે

ભુપેન્‍દ્રભાઇ પટેલ અને પરિમલભાઇ નથવાણીની ઉપસ્‍થિતિમાં એમઓયુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ ર૦રર માટે રોકાણ પ્રોત્‍સાહન પ્રવૃતિના ભાગરૂપે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડ આજે કુલ રૂા. પ.૯પપ લાખ કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે એમ. ઓ. યુ. પર હસ્‍તાક્ષર કર્યા છે. આ પ્રોજેકટસ થકી ગુજરાતમાં  ૧૦ લાખ  જેટલી સીધી-આડકતરી   રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે.
ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવા માટે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડ (આર. આઇ. એલ.) એ ૧૦૦ ગીગા વોટ રિન્‍યુએબલ એનર્જી પાવર પ્‍લાન્‍ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્‍ટમના વિકાસ માટે આગામી ૧૦ થી ૧પ વર્ષના ગાળામાં રૂા. પ લાખ કરોડના રોકાણનો પ્રસ્‍તાવ રજૂ કર્યો છે. રિન્‍યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજનના કેપ્‍ટિવ ઉપયોગ તરફ દોરી જતી નવી ટેકનોલોજી અને ઇન્નોવેશન અપનાવવા માટે નાના અને મધ્‍યમ કદના ઉદ્યોગો (SMEs) ને સહાયરૂપ બનવા તથા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્‍સાહન આપવા રિલાયન્‍સ ઇકો-સીસ્‍ટમ વિકસાવશે.
આર.આઈ.એલ. ડીકાર્બોનાઈઝેશન અને ગ્રીન ઈકો-સિસ્‍ટમના વિકાસ માટેના પ્રધાન મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિઝનને અનુસરે છે.
ગુજરાત સરકાર સાથેના પરામર્શના રિલાયન્‍સે ૧૦૦ ગીગા વોટ રિન્‍યુએબલ એનર્જી પાવર પ્રોજેકટ સ્‍થાપવા માટે કચ્‍છ, બનાસકાંઠા અને ધોલેરામાં જમીન શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંપનીએ કચ્‍છમાં ૪.૫ લાખ એકર જમીનની માંગણી કરી છે.
આર.આઈ.એલ. વધુ રૂા. ૬૦,૦૦૦ કરોડનું રોકાણ ન્‍યુ એનર્જી મેન્‍યુફેકચરીંગ - ઈન્‍ટીગ્રેટેડ રિન્‍યુએબલ મેન્‍યુફેકચરીંગ- (૧) સોલાર પી.વી. મોડયુલ (પોલિસિલિકોન, વેફર, સેલ અને મોડયુલ), (૨) ઈલેક્‍ટ્રોલાઈઝર, (૩) એનર્જી સ્‍ટોરેજ બેટરી (૪) ફયુઅલ સેલ્‍સ વગેરે સહિતની ફેસિલીટી સ્‍થાપવા માટે કરશે.
વધુમાં રિલાયન્‍સે જિઓ નેટવર્કને ૫-જી માં અપગ્રેડ કરવા આગામી ૩/૫ વર્ષમાં રૂા. ૭૫૦૦ કરોડ, આગામી ૫ વર્ષમાં રિલાયન્‍સ રિટેલમાં રૂા. ૩૦૦૦ કરોડ અને વર્તમાન તેમજ નવા પ્રોજેકટસમાં રૂા. ૨૫૦૦૦ કરોડનું રોકાણ કરવાનો પ્રસ્‍તાવ રજૂ કર્યો છે. (

 

(5:09 pm IST)