Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઇન્‍ડિયન ઓઇલ એચડીએફસી બેન્‍ક ક્રેડિટ કાર્ડ થકી પેટ્રોલના ભાવમમાં મોટી બચત કરી શકવાની ઓફરઃ ફયુઅલ પોઇન્‍ટસના કારણે વર્ષે 50 લીટર ઇંધણ મેળવી શકાય

વાર્ષિક રૂા.500ના કાર્ડની જોઇનિંગ અને રિન્‍યુઅલ મેમ્‍બરશીપથી ફાયદો

નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ દરેક જગ્યાએ મોંઘવારી વધારી છે. પરિવહન ખર્ચની અસર ચારે બાજુ જોવા મળે છે. એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. પરંતુ આ દરમિયાન સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. જો તમે પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન છો તો હવે તમારી મુશ્કેલી ઓછી થઈ જશે. કારણ કે હવે તમારી પાસે 50 લીટર ફ્રી પેટ્રોલ ડીઝલ મેળવવાનો મોકો છે.

વાર્ષિક 50 લિટર સુધી ઇંધણ મુક્ત:

ખરેખર, તમે IndianOil HDFC બેંક ક્રેડિટ કાર્ડ થકી મોટી બચત કરી શકો છો. તમને આ ક્રેડિટ કાર્ડ થકી  IOCL આઉટલેટ્સ પર 'ફ્યુઅલ પોઈન્ટ્સ'ના રૂપમાં રિવોર્ડ પોઈન્ટ્સ મળશે. જો તમે ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર આ કાર્ડ થકી પેમેન્ટ કરશો તો તમને 5% ફ્યુઅલ પોઈન્ટ્સ મળશે. અને ખાસ વાત એ છે કે આ ફ્યુઅલ પોઈન્ટ્સને રિડીમ કરીને તમે વાર્ષિક 50 લીટર જેટલું ઈંધણ મેળવી શકો છો.

 જાણો કાર્ડની ખાસ વિશેષતાઓ:

- આ કાર્ડ થકી ઈંધણ ખરીદતી વખતે, તમે જે પૈસા ખર્ચો છો તેના 5 ટકા ફ્યુઅલ પોઈન્ટના રૂપમાં મળે છે.

- તમને પ્રથમ 6 મહિના માટે દર મહિને મહત્તમ 50 ફ્યુઅલ પોઈન્ટ મળે છે.

- જો કે, 6 મહિના પછી તમે વધુમાં વધુ 150 ફ્યુઅલ પોઈન્ટ મેળવી શકો છો.

- આ કાર્ડ થકી ગ્રોસરી અને બિલ પેમેન્ટ કરવા પર પણ તમને 5 ટકા ફ્યુઅલ પોઈન્ટ મળે છે.

- એટલે કે આ બંને કેટેગરીમાં તમે દર મહિને વધુમાં વધુ 100 ફ્યુઅલ પોઈન્ટ મેળવી શકો છો.

- અન્ય કેટેગરીઓ પર, તમને 150 રૂપિયા ખર્ચવા પર 1 ફ્યુઅલ પોઈન્ટ મળે છે.

- પેટ્રોલ પંપ પર તમારે આ કાર્ડ વડે ઓછામાં ઓછા રૂ. 400ની ઇંધણની ખરીદી માટે 1% નો ફ્યુઅલ સરચાર્જ ચૂકવવો પડશે નહીં.

- એક બિલિંગ સાયકલમાં વધુમાં વધુ રૂ. 250 સુધી ફ્યુઅલ સરચાર્જ માફ કરી શકાય છે.

કાર્ડની વાર્ષિક ફી રૂ 500 છે:

તમને જણાવી દઈએ કે આ કાર્ડની જોઇનિંગ અને રિન્યુઅલ મેમ્બરશિપ ફી માત્ર 500 રૂપિયા છે. જો તમે પણ આ ક્રેડિટ કાર્ડ લેવા ઈચ્છો છો, તો તમે HDFC બેંકની વેબસાઈટ hdfcbank.com પર જઈને અરજી કરી શકો છો અથવા નજીકની બેંકની શાખામાં જઈને પણ અરજી કરી શકો છો.

(5:03 pm IST)