Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

યૂપીની પ્રથમ ચૂંટણીમાં હતા ૧૪ પક્ષો, હવે ૭૫૪

સિયાસી દંગલ : દેશના સૌથી મોટા રાજ્‍ય ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ધમાસાણ

લખનઉં : પાંચ રાજ્‍યોમાં વિધાનસભાનું બ્‍યુગલ વાગી ચૂકયું છે. ઉત્તર પ્રદેશમાં નોંધણી કરવાનું કામ શરૂ થઈ રહ્યું છે. રાજનૈતિક દળો ઉમેદવારોની પસંદગીમાં વ્‍યસ્‍ત છે તો નેતા ટિકિટ મેળવવાના જુગાડમાં.
દેશ જ નહીં, વિદેશમાં પણ ઉત્તર પ્રદેશ પર સૌની નજર ટકેલી છે. તમામ દળ સત્તા મેળવવા માટે સંભવ ઉપાય કરી રહ્યા છે. પરંતુ ઉત્તર પ્રદેશની ચૂંટણી અખાડાથી રોચક તસ્‍વીરો સામે આવી રહી છે. વર્ષ ૧૯૫૨માં પહેલી વિધાનસભા ચૂંટણીમાં અહીં ૧૪ રાજનૈતિક દળોએ કિસ્‍મત અજમાવી હતી, ગત ચૂંટણીમાં આ આંકડો વધીને ૩૦૨ પહોંચી ગયો. સાંભળીને આヘર્ય થશે, પરંતુ આ વખતે પ્રદેશમાં ૭૫૪ રાજનૈતિક દળો ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. દેશમાં ગેર માન્‍યતા પ્રાપ્ત ૨૭૯૬ દળોમાંથી એકલા ઉત્તર પ્રદેશમાં ૭૪૪ દળ રજીસ્‍ટર્ડ છે.
પાર્ટી બનાવવી સૌથી સરળ
ભારતમાં  રાજનૈતિક દળનું ગઠન ઘણું સરળ છે. ૧૦૦ મતદાતા ઓળખપત્ર વાળા  ભારતીય મળીને રાજનૈતિક દળોનું ગઠન કરી શકે છે. અમૂક શરતોની પૂર્તિ પછી ગઠનના ૩૦ દિવસની અંદર તે દળને ચૂંટણી આયોગ દ્વારા રજીસ્‍ટર્ડ કરાવી શકાય છે.  


 

(4:19 pm IST)