Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

દેશમાં શારીરીક મહેનત કરનારા મજૂરોની થઇ શકે છે અછત

૨૧ સેકટરના ઉદ્યોગોને થશે અસર

નવી દિલ્‍હીઃ દેશમાં બ્‍લુ કોલર વર્કસને એટલે કે શારીરીક મહેનત કરનારા મજૂરોની ભારે અછતથી ઉદ્યોગોને નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. એક રિપોર્ટ અનુસાર લેબર શોર્ટેજના કારણે ટુંક સમયમાં દેશના કુલ ૨૧ સેકટર્સના ઉદ્યોગો, કંપનીઓ અને ફેકટરીઓને મજૂરોની અછતનો સામનો કરવો પડશે જેના  લીધે ઉત્‍પાદનને વધારે અસર થવાની આશંકા છે.
ટીમલીઝ સર્વિસીઝના રિપોર્ટ અનુસાર, બ્‍લુ કોલર વર્કસની અછતને પુરી કરવા માટે આ ૨૧ ક્ષેત્રની કંપનીઓ આગામી ૩ મહિનામાં મોટા પાયે હાયરીંગ કરવાની તૈયારીમાં છે. જો કે ઘણાં ઉદ્યોગોને યોગ્‍ય મજૂરો શોધવામાં મુશ્‍કેલીઓ પડી રહી છે. જોબ માર્કેટના નિષ્‍ણાંતોનું કહેવું છે કે બ્‍લુ કોલર વર્કફોર્સની અછત ટુંક સમયમાં જ વિભીન્‍ન સેકટરો માટે મોટો પડકાર બની શકે છે.
મેન્‍યુફેકચરીંગ એન્‍જીનીયરીંગ, કન્‍સ્‍ટ્રકશન, રીયલ એસ્‍ટેટ, હેલ્‍થકેર અને ફાર્મા સેકટરને મજૂરોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. અનુમાન અનુસાર આ સેકટરોમાં બ્‍લુ કોલર વર્કસની અછત ૧૫ થી ૨૫ ટકા જેટલી છે. રીપોર્ટ અનુસાર, પ્રવાસી મજૂરો મહામારીના કારણે ઘરે પાછા ફરવા તૈયાર બેઠા છે. તેનાથી હાલમાં કામદારોની અછત ઉભી થઇ રહી છે. મોટા મોટા શહેરોમાં ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણના લીધે આ સંકટ વધુ મોટું બની શકે છે.

 

(4:18 pm IST)