Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

વિદ્યાર્થીઓ ડીગ્રી-સર્ટીફીકેટ ડીજી લોકરમાં રાખી શકશેઃ યુજીસીનો તમામ યુનિ.ને ડોકયુમેન્‍ટ સ્‍વીકારવા નિર્દેશ

નવી દિલ્‍હી તા. ૧૩ :.. વિદ્યાર્થીઓ માટે ડીગ્રી, સર્ટીફીકેટ સ્‍ટોર કરવું હવે સરળ બનશે. યુજીસીએ દેશભરની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના દસ્‍તાવેજ ડીજીલોકર દ્વારા સ્‍વીકારવાનો નિર્દેશ આપ્‍યો છે.
વિદ્યાર્થી દસ્‍તાવેજોને ડીજીલોકર ઉપર નેશનલ એકેડેમીક ડીપોઝીટરી (એનએડી) પ્‍લેટફોર્મ દ્વારા અપલોડ કરી શકશે. આનાથી ડોકયુમેન્‍ટ વેરીફીકેશન સરળ બની જશે. વિદ્યાર્થીઓના આધાર કે મોબાઇલ નંબરથી ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે.
સર્ટીફીકેટ અપલોડ કરાવા ઉપર નિયોકતાથી લઇને એનએડીથી જોડાયેલ સંસ્‍થાન તેને માન્‍યતા આપે છે. એનએડી ઉપર રેકોર્ડ ઓનલાઇન રહે છે. તેનું પ્રમાણીકરણ કાયદેસર છે. જેનાથી ડુપ્‍લેકટ ડોકયુમેન્‍ટનું જોખમ ખતમ થઇ જશે.
એનએડી શૈક્ષણીક ડીગ્રીઓને ઓનલાઇન સુરક્ષીત રાખવાનું ર૪ × ૭ સ્‍ટોર હાઉસ છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રમાણ પત્ર, ડિપ્‍લોમાં, ડીગ્રી, માર્કશીટ વગેરે ઓનલાઇન સ્‍ટોર કરી શકે છે. તેનો ઉપયોગ શૈક્ષણીક સંસ્‍થાઓ અને બોર્ડ પાત્રતા મુલ્‍યાંકન માટે કરે છે.
યુજીસી દ્વારા ઉઠાવાયેલ આ પગલાથી વિદ્યાર્થીઓને કોરોનાના ખતરા વચ્‍ચે ડોકયુમેન્‍ટ વેરીફીકેશન વગેરે માટે યુનિવર્સિટી - કોલેજ જવાની જરૂર રહેશે નહીં. કોરોનાની ત્રીજી લહેરમાં આ વિદ્યાર્થીઓ માટે મોટી રાહત હશે.


 

(4:16 pm IST)