Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે કોંગ્રેસની 150 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર: 50 મહિલાઓને આપી ટિકિટ

મહિલાઓની સાથે કેટલાક પત્રકાર, અભિનેત્રી અને સમાજ સેવી પણ સામેલ: સલમાન ખુર્શીદના પત્ની લુઇસ ખુર્શીદને પણ ટિકિટ મળી: NRC-CAA વિરૂદ્ધ આંદોલન કરનાર સદફ જાફરને ઉમેદવાર બનાવ્યા :આશાવર્કર પૂનમ પાંડેને પણ ટિકિટ આપી

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 125 ઉમેદવાર છે જેમાંથી 50 મહિલા ઉમેદવાર સામેલ છે.

ઉન્નાવ રેપ પીડિતાની માતાને પણ કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે કોંગ્રેસના ઉમેદવારોમાં મહિલાઓની સાથે સાથે કેટલાક પત્રકાર, એક અભિનેત્રી અને સમાજ સેવી પણ સામેલ છે.

મોટા નામની વાત કરીએ તો સલમાન ખુર્શીદના પત્ની લુઇસ ખુર્શીદને પણ ટિકિટ મળી છે. ઉન્નાવમાં કોંગ્રેસે આશા સિંહને ઉમેદવાર બનાવી છે. આ સિવાય NRC-CAA વિરૂદ્ધ આંદોલન કરનાર સદફ જાફરને ઉમેદવાર બનાવવામાં આવી છે. આ સિવાય પૂનમ પાંડેને પણ ટિકિટ મળી છે, તે આશા વર્કર છે.

કોંગ્રેસની યાદી જાહેર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે અમારા ઉન્નાવના ઉમેદવાર ઉન્નાવ ગેન્ગરેપ પીડિતાની માતા છે. અમે તેમને તક આપી છે કે તે પોતાનો સંઘર્ષ ચાલુ રાખે. જે સત્તા દ્વારા તેમની પુત્રી સાથે અત્યાચાર થયો, તેમના પરિવારને બરબાદ કરવામાં આવ્યુ, તે સત્તા તે મેળવે.

સોનભદ્ર નરસંહારના પીડિતમાંથી એક રામરાજ ગોંડને પણ ટિકિટ આપવામાં આવી છે. આશા બહેનોમાં પૂનમ પાંડેને પણ ઉમેદવાર બનાવવામાં આવી છે.

યુપીમાં કુલ 403 બેઠક છે જેમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. આ તબક્કા હેઠળ 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન યોજાશે. પરિણામ 10 માર્ચે બાકી રાજ્ય (પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવા)ની સાથે આવશે.

(3:44 pm IST)