Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

અમેરિકામાં શ્વાન સૂંઘીને બતાવે છે કે વ્યકિત કોરોના પોઝિટિવ છે કે નહીં?

સ્નાફિર ડોગ્સનો ઉપયોગ બોમ્બ, શંકાસ્પદ વસ્તુઓ અને વ્યકિતઓ, પહાડો પર બરફમાં દટાયેલા લોકોને શોધવા માટે થાય છે: બાયો ડિટેકશન ડોગ્સ કેન્સર, ડાયાબિટીસ અને પાર્કિન્સન્સ જેવા રોગની ઓળખ કરી આપે છે

નવી દિલ્હી,તા.૧૩: ઈશ્વરે શ્વાનને સૂંઘવાની અદ્ભૂત શકિત આપી છે. તેની મદદથી તે મનુષ્યને જોખમથી બચાવવા માટે પોતાનો જીવ રેડી દે છે. અમેરિકાએ એવા સ્નાફિર ડોગ્સ તૈયાર કર્યા છે જે વૈશ્વિક મહામારી કોરોનાથી સંક્રમિત વ્યકિતને સૂંઘીને જ ઓળખી શકે છે.

અત્યાર સુધી પોલીસ સ્નાફિર ડોગ્સનો ઉપયોગ સેનામાં અને પોલીસ દ્વારા બોમ્બ, શંકાસ્પદ વસ્તુઓ અને વ્યકિતઓ, પહાડો પર બરફમાં દટાયેલા લોકોને શોધવા માટે જેવા મહત્વના કાર્યને અંજામ આપવા માટે કરવામાં આવતો હતો.

પરંતુ અમેરિકામાં વિશેષરૂપે પ્રશિક્ષિત શ્વાન હવે કોવિડ પોઝિટિવ રોગીઓની ઓળખ પણ કરવા લાગ્યા છે. જો તે વ્યકિતમાં કોરોના વાયરસની પૃષ્ટિ કરી દે તો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી રહેતી. તેઓ સૂંઘવાની દિવ્ય શકિતના બળ પર જ કોવિડ-૧૯ની પૃષ્ટિ કરી રહ્યા છે.

અમેરિકામાં સ્નાફિર ડોગ્સનો ઉપયોગ કેન્સર, ડાયાબિટીસ અને પાર્કિન્સન્સ જેવા રોગની ઓળખ માટે કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયાને ઁબાયો ડિટેકશનઁ કે જૈવિક તપાસ કહેવામાં આવે છે. આ પ્રકારે રોગની તપાસ કરવામાં કોઈ રસાયણના ઉપયોગની જરૂર નથી પડતી. ૨૦૧૯-૨૦માં જ્યારે કોરોના મહામારી ફેલાઈ હતી ત્યારે અમેરિકી વૈજ્ઞાનિકોએ કોરોનાની તપાસ માટે સ્નાફિર ડોગ્સની સેવા લેવાનો પ્રયોગ શરૂ કર્યો હતો અને હવે તેમાં સફળતા મળી ગઈ છે.  અમેરિકી સરકારના નેશનલ સેન્ટર ફોર બાયો ટેક્નોલોજી ઈન્ફોર્મેશન (ફઘ્ગ્ત્)ના કહેવા પ્રમાણે શ્વાન પોતાની દિવ્ય શકિતની મદદથી કોઈ પદાર્થના ૧.૫ ખરબમા અંશની પણ ઓળખ મેળવી શકે છે. જ્યારે કોઈ બીમાર પડે છે ત્યારે તેના શરીરમાંથી ખાસ પ્રકારનું વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ (સ્બ્ઘ્) નીકળે છે. તેવામાં જ્યારે કોઈ વ્યકિત કોરોના સંક્રમિત થાય છે તો તેના શરીરમાંથી આવતી વિશેષ ગંધને આ શ્વાન ઓળખી લે છે. તેને બાયો ડિટેકશન ડોગ્સ કહેવામાં આવે છે.(૯.ર૦)

(3:32 pm IST)