Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કોરોનાની સારવારમાં ખેડૂતે ૮ મહિનામાં ૮ કરોડ ખર્ચયા

મધ્યપ્રદેશના ખેડૂતનો જીવ તો પણ ના બચ્યો : ધર્મજયસિંહને એપ્રિલ ૨૦૨૧માં થયો હતો કોરોના: દેશ-વિદેશના ડોકટરે કરી સારવાર : મધ્યપ્રદેશ સરકાર પાસેથી મળી હતી માત્ર ૪ લાખની સહાય

 

ચેન્નઇ તા. ૧૩ : ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં આઠ મહિનાની સારવાર પછી મધ્યપ્રદેશના રીવાના ખેડૂત ધર્મજય સિંહ (૫૦)નું મંગળવારે રાત્રે કોરોનાને કારણે મોત નીપજયું છે. તેમની સારવાર પર લગભગ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ધર્મજય એપ્રિલ ૨૦૨૧માં કોરોના પોઝિટિવ થયા હતા. અહીં લંડનના ડોકટર મોનિટરિંગ કરી રહ્યા હતા.

લગભગ ૨૫૪ ( મહિનાથી વધુ) દિવસ તેમની સારવાર થઈ. તેમને એકમો મશીન પર રાખવામાં આવ્યા હતા. સારવારમાં દરરોજ લગભગ લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો, જેના માટે પરિવારે ૫૦ એકર જમીન પણ વેચી નાખી. દેશમાં કોરોનાના સૌથી લાંબી સારવાર મેરઠના વિશ્વાન સૈનીનો ચાલ્યો હતો, જેમણે ૧૩૦ દિવસ પછી કોરોનાને માત આપી હતી.

મઉગંજ ક્ષેત્રના રકરી ગામમાં રહેતા ધર્મજય સિંહના  ૩૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. મેના રોજ રિપોર્ટમાં તેઓ કોરોના પોઝિટિવ થયા હોવાની વાત સામે આવી હતી. ભાઈ પ્રદીપ સિંહે જણાવ્યું હતું કે એક અઠવાડિયાં પહેલાં અચાનક ધર્મજયનું બ્લડપ્રેશર ડાઉન થયું હતું. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા, જયાં તેમને બ્રેન હેમરેજ થઈ ગયું. પરિણામે, વેન્ટિલેટર પર રાખવા પડ્યા. સ્થિતિમાં કોઈ સુધારો થતાં ૧૮ મેના રોજ એર એમ્બ્યુલન્સથી ચેન્નઇ લઈ જવામાં આવ્યા, ત્યારથી તેઓ અહીં દાખલ હતા.

અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ધર્મજય સિંહનાં ફેફસાં ૧૦૦% સુધી સંક્રમિત થઈ ગયાં હતાં. જોકે ચાર દિવસ પછી કોરોના સંક્રમણમાંથી મુકત થઈ ગયા હતા. ફેફસાંમાં સંક્રમણને કારણે એકમો મશીનની મદદથી તેમને નવું જીવન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, ધર્મજય સિંહની સારવાર દેશ-વિદેશના ડોકટરની હાજરીમાં થઈ. તેમને જોવા લંડનના જાણીતા ડોકટર અપોલો હોસ્પિટલમાં આવતા હતા. સાથે અન્ય દેશોના ડોકટરની પણ ઓનલાઈન સલાહ લેવામાં આવી રહી હતી. લંડનના ડોકટરની સલાહ બાદ આઠ માસ સુધી એકમો મશીન પર તેમને રાખવામાં આવ્યા હતા. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પીટીએસ મેદાનમાં આયોજિત મુખ્ય સમારંભમાં ધર્મજયને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધર્મજય સિંહે સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતીને વિંધ્યમાં વિશિષ્ટ ઓળખ અપાવી હતી. તેઓ કોરોના કાળમાં લોકોની સેવા કરતા હતા સમયે સંક્રમિત થયા હતા. પરિવારનો દાવો છે કે કરોડ રૂપિયા સારવાર પાછળ ખર્ચાયા છે. પરિવારે પ્રદેશ સરકાર પાસે મદદ માટે અપીલ કરી હતી, જે બાદ માત્ર લાખ રૂપિયાની આર્થિક સહાય મળી હતી.(૨૧.૪૧)

(3:26 pm IST)