Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

અમેરિકી સિક્કા પર પ્રથમ વખત અશ્વેત મહિલાની તસ્‍વીર

દિવંગત કવયિત્રી અને એક્‍ટિવિસ્‍ટ માયા અંજલીને અનોખી શ્રદ્ધાંજલિ

નવી દિલ્‍હીઃ દિવંગત કવયિત્રી અને એક્‍ટિવિસ્‍ટ માયા અંજલો અમેરિકામાં સિક્કા પર સ્‍થાન મેળવનાર પ્રથમ અશ્વેત મહિલા બની ગઈ છે. તેમની તસ્‍વીર વાળા ૨૫ સેંટના નવા સિક્કા અમેરિકા મિંટે જાહેર કર્યા છે. તેઓ અમેરિકન વિમેન ક્‍વાર્ટર્સ પ્રોગ્રામ હેઠળ આ રીતે શ્રદ્ધાંજલિ મેળવનાર પ્રથમ મહિલા છે.
ગત ૯૦ વર્ષથી અમેરિકી સિક્કા પર એક તરફ દેશના પ્રથમ રાષ્‍ટ્રપતિ જોર્જ વોશિંગ્‍ટન અને બીજી તરફ ચીલની છબિ રહી છે. નવા સિક્કામાં એક તરફ વોશિંગ્‍યન,બીજી તરફ એંજલોને દેખાડવામાં આવ્‍યા છે. નવા સિક્કામાં એક તરફ વોશિંગ્‍ટન, બીજી તરફ અંજલોને દેખાડવામાં આવ્‍યા છે. સિક્કા પર મહિલાઓને સ્‍થાન આપવા અમેરિકામાં ગત વર્ષે કાયદો લઈ આવવામાં આવ્‍યો હતો. મિંટના ડેપ્‍યુટી નિદેશક વેટ્રિસ ગિબ્‍સને કહ્યું કે, અમેરિકી મહિલાઓ અમે અમેરીકી ઈતિહાસમાં માયાના યોગદાનને સમર્પિત આ સિક્કા રજૂ કરવા મારા માટે ગર્વની વાત છે. એંજલોએ પોતાના શબ્‍દોથી લોકોને પ્રેરણા આપી, તેમનું ઉત્‍થાન કર્યું.
મહિલાઓના યોગદાનનું કીર્તિ-ગાન
અમેરિકી નાણાંમંત્રી જેનેટ એલન અનુસાર, તેમને ગર્વ છે કે, આ સિક્કા અમેરિકાની સૌથી અસાધારણ મહિલાઓમાંથી અમુકના યોગદાનનું કીર્તિ-જગાન કરશે. તેમણે કહ્યું કે, અમે જ્‍યારે પણ અમારા દેશની મુદ્રાને ફરી ડિઝાઈન કરીએ તો અમારી પાસે દેશ અંગે કાંઈ પણ કહેવાનો મોકો હોતો નથી. અમે કઈ વસ્‍તુઓને મહત્‍વ આપીએ અને સમાજ તરીકે અમે કેવી રીતે પ્રગતિ કરી છે, આ સિક્કા તેની ઝલક રજૂ કરશે.
નાગરિક અધિકારોની મશાલ
મિસૌરીમાં ૧૯૨૮માં જન્‍મેલ માયા અંજલોએ સિવિલ રાઈટ્‍સ મૂવમેન્‍ટ દરમ્‍યાન માર્ટિન લૂથર કિંગ જૂનિયર, મેલકમ એક્‍સની સાથે કામ કર્યું હતું. તેમનું ૨૦૧૪માં નિધન થઈ ગયું હતું. અમેરિકી નાણાંમંત્રીએ પૂર્વ ગુલામ અને દાસતા-વિરોધી હેરિએટ ટબમેનને પણ માન્‍યતા આપવાના સમર્થનના સંકેત આપ્‍યા છે.

 

(4:47 pm IST)