Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ચીન આપણા દેશમાં કરી રહ્યો છે ટેક્‍સ ચોરી, આપણી સાથે જ સીનાચોરી

ભારતીય માર્કેટમાં દર બીજો સ્‍માર્ટફોન ચીની કંપનીનો

નવી દિલ્‍હીઃ કેન્‍દ્રીય તપાસ એજન્‍સીઓ ચીની મોબાઈલ કંપનીઓના વહીખાતાની તપાસ કરી રહી છે. આરોપ છે કે આ કંપનીઓએ માત્ર મન પડે તે રીતે દેશની બહાર રકમ નથી મોકલી, પરંતુ ટેક્‍સ ચોરી કરી અને ભારતીય મોબાઈલ કંપનીઓને ભારતીય માર્કેટમાં જ ન ખીલવા દેવા માટે તમામ હથકંડા અપનાવ્‍યા છે. જો કે, આ કાર્યવાહી પર ચાઈનીઝ ચેમ્‍બર ઓફ કોમર્સ ઈન ઈન્‍ડિયા તથા ઈન્‍ડિયા ચાઈના મોબાઈલ ફોન એન્‍ટરપ્રાઈસ એસોસિએશને વાંધો દર્શાવ્‍યો છે.
ચીની કંપનીઓનો દાવો છે કે, ભારત સરકારની આ કાર્યવાહિ નિયમાનુસાર નથી. પરંતુ ભારતીય માર્કેટમાં ચીની કંપનીઓના સ્‍માર્ટફોનના વેચાણના આંકડા બતાવ્‍યા છે કે, અહીં ડ્રેગનનો જ કબ્‍જો છે. માઈક્રોમેક્‍સ, લાવા અને કારબન ભારતીય સ્‍માર્ટફોન નિર્માતા કંપનીઓ છે, હવે રિલાયન્‍સ જીયો પણ નવા ખેલાડી છે, પરંતુ આ તમામની માર્કેટમાં પૈઠ ચીનની કંપનીઓ સામે બૌની છે. ચીની કંપનીઓએ ટેક્‍સની ચોરી કરી. ભારતમાં ઓછી ઈનકમ દેખાડી જ્‍યારે આંકડા કાંઈક બીજા જ કહાની દર્શાવતા હતા.
અમારા માર્કેટમાં ડ્રેગનો ભાગ અડધાથી વધુ
૨૦૨૦ની ત્રીજી માસિકથી ૨૦૨૧ના આંકડાના વિશ્‍લેષણ બતાવે છે કે, દેશમાં દર બીજા સ્‍માર્ટફોન ચીની કંપનીઓનો છે. ૨૦૨૦ના ત્રીજા ક્‍વાર્ટરમાં ભારતીય સ્‍માર્ટફોન માર્કેટમાં ચીનની કંપનીઓનો ભાગ ૬૪ ટકા હતો અને સમગ્ર વર્ષ બાદ ૨૦૨૧ના ત્રીજા ક્‍વાર્ટરમાં તે ૬૩ ટકા પર ટકયો હતો.
મજબૂત પોલિસીની જરૂરત
વિશેષજ્ઞ જણાવે છે કે, સ્‍માર્ટફોન એપ્‍લિકેશન  પ્રોસેસર પ્રોડક્‍ટ્‍સ જેવા સેમી  કંડક્‍ટર ચિપ, સ્‍ક્રીન વગેરે ભારતીય માર્કેટ તૈયાર કરવાની જરૂરત છે. જેથી ચીની કંપનીઓ શાઓમી, ઓપ્‍પો, વીવો, રિયલમી, વન પ્‍લસનું વર્ચસ્‍વ ખતમ હોય.
વધુ કમાણી ઓછી બતાવી
ચીની કંપનીઓએ રજિસ્‍ટ્રાર ઓફ કંપનીઝમાં જે ફાઈલિંગ કરી છે, તેમાં ખોટ બતાવી છે. જ્‍યારે આ દરમ્‍યાન શિયોમી,ઓપ્‍પો અને વીવો ફોન વેચનાર કંપનીઓ ટોપ પર રહી છે. શિયોમીએ માત્ર ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં લાભ તો ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦માં ખોટ બતાવી. ઓપ્‍પોએ ૨૦૧૬થી ૨૦૨૧ સુધી ખોટ બતાવી. આ ચાર નાણાંકિય વર્ષોમાં વીવોએ માત્ર ૨૦૧૮-૧૯માં પોતાને લાભ બતાવ્‍યો હતો.  

 

(2:32 pm IST)