Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પ્રિયંકાના લાજવાબ સ્‍મિતને જીવન જીવવાનું પરિબળ ગણાવતા પતિ રોબર્ટ વાડ્રાઃ તસ્‍વીર શેર કરી

નવી દિલ્‍હીઃ ગઇકાલે કોંગ્રેસના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રીમતી પ્રિયંકા ગાંધી (વાડ્રા)નો ૫૦મો જન્‍મદિવસ હતો. આ પ્રસંગે ેતેમના પતિ શ્રી રોબર્ડ વાડ્રાએ ટવીટ કરી પ્રિયંકા સાથેની લાક્ષણિક તસ્‍વીર શેર કરી હતી અને લખેલ કે ‘તુ જેમ હંમેશ સ્‍મિત કરતી રહે છે તેમજ સદૈવ હંસતી, ઝળકતી રહે, ખુબ સારી તંદુરસ્‍તી, ખુશી અને વધુને વધુ શકિત મેળવતી રહે તેવી શુભકામના. મારા સહિત આપણા સંતાનો અને તારી આસપાસના સહુ કોઇ તારા અદભૂત હાસ્‍ય, ઉત્‍સાહ, માયાળુપણા અને શકિતથી પ્રત્‍યેક દિવસ વધુને વધુ સારી રીતે જીવવા પ્રેરીત કરે છે.

 

(1:50 pm IST)