Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કચરો વિણનારની હત્‍યાઃ સુપ્રિમ કોર્ટે રાજકોટ-શાપરના બે આરોપીઓના જામીન ફગાવ્‍યાઃ ગુજરાત હાઇકોર્ટ અને રાજય સરકારની ઝાટકણી

ગુજરાત હાઇકોર્ટે આપેલા જામીન રદ કરી સુપ્રિમ કોર્ટે બે આરોપીઓને એક સપ્તાહની અંદર જેલ તંત્ર સમક્ષ હાજર થવા નિર્દેશ કર્યો : અયોગ્‍ય રીતે અપાયેલા જામીનના આદેશને ન પડકારવા બદલ સર્વોચ્‍ચ અદાલતે ગુજરાત સરકારનો કાન પકડયો


નવી દિલ્‍હીઃ ગુજરાતના રાજકોટમાં વર્ષ ૨૦૧૮માં કચરો વીણનાર દલિતની હત્‍યાના કેસમાં સુપ્રિમકોર્ટે આરોપીની જામીન અરજી ફગાવતા ગુજરાત હાઇકોર્ટ અને રાજય સરકારની ટીકા કરી હતી. સુપ્રિમકોર્ટે અને રાજય સરકારની ટીકા કરી હતી. સુપ્રિમ કોર્ટે જણાવ્‍યુ હતુ કે આ કેસમાં અગાઉ ગુજરાત હાઇકોર્ટે અવ્‍યસ્‍થિત અને પ્રાસંગીક રીતે જામીન મંજુર કર્યા હતા. એટલુ જ નહિ ગુજરાત સરકારે આ જામીન અરજીનો વિરોધ પણ કર્ર્યો ન હતો. દરસી જાન્‍યુઆરીના રોજ સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્‍યું હતુ કે  આ કેસમાં મૃતકની પત્‍નિની અરજી દાખલ કરવામાં  આવે છે. આ સાથે સર્વોચ્‍ચ અદાલતે ગુજરાત હાઇકોર્ટના જામીનના હુકમને રદ કર્યો હતો. સુપ્રિમકોર્ટના જજ એમ.આર.શાહ અને જજ બી.વી. નાગરાથનાની બનેલી ખંડપીઠે દ્વારા ઉકત આદેશ આપવામાં આવ્‍યો હતો. ગુજરાત હાઇકોર્ટે આ કેસના બે આરોપીઓના જામીન મંજુર કર્ર્યા હતા. સુપ્રિમકોર્ટની ખંડપીઠે વધુમાં ચુકાદો આપ્‍યો હતો કે આરોપીઓ એક સપ્તાહની અંદર જેલ તંત્ર સમક્ષ આત્‍મસમર્પણ કરે.૨૦મે ૨૦૧૮ના રોજ રાજકોટના શાપર ગામ ખાતે એક ફેકટરી ખાતે પાંચ શખ્‍શોએ મુકેશ વાણીયા નામના ૪૦ વર્ષીય દલીત કચરો વીણનારને માર માર્યો હતો જેથી તેનુ મોત નિપજયુ હતુ. તે પોતાની પત્‍નિ સાથે તે સમયે કચરો વીણી રહયો હતો તે સમયે ત્‍યાં તેની પત્‍નિ જયા અને અન્‍ય સંબંધી મહિલા હાજર હતી. આરોપીઓએ આ ત્રણેય ચોર હોવાની શંકાએ મુકેશને માર માર્ર્યો હતો. પોલીસે આ મામલે હત્‍યાનો કેસ દાખલ કર્યો હતો અને આરોપીઓ સામે હત્‍યા સહિત એટ્રોસીટી એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. ઓકટોબર ૨૦૧૯માં ગુજરાત હાઇકોર્ટે આરોપીઓને જામીન આપ્‍યા હતા. આ આદેશને મૃતકની પત્‍નિએ જયાએ સુપ્રિમકોર્ટમાં પડકારતો આરોપીઓના જામીન રદ કરવામાં આવ્‍યા હતા.
 

 

(1:16 pm IST)