Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

યુપીમાં ગુર્જર સમુદાયમાં મજબૂત પકડ ધરાવતા અવતાર સિંહ ભડાના રાષ્ટ્રીય લોક દળમાં જોડાયા

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદથી યુપીના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને નેતાઓનો પક્ષપલટો સતત ચાલુ છે. કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય  બાદ  બુધવારે દારા સિંહે પણ ભાજપનો સાથ છોડ્યો. આ બધા વચ્ચે યુપીમાં ગુર્જર સમુદાયમાં મજબૂત પકડ ધરાવતા અવતાર સિંહ ભડાના પણ રાષ્ટ્રીય લોક દળમાં સામેલ થઈ ગયા છે 

(12:14 pm IST)