Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મકરસંક્રાંતિ માટે ગાઇડલાઇન : આકાશમાં બે પતંગ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું

ઉત્ત્।રાયણને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ રમૂજી મેસેજ ફરતાં થયાં : અંગૂઠા બચાયે રખના પતંગ તો દો દિન હૈ પર વ્હોટ્સએપ,ફેસબુક,ઇન્સ્ટા તો ૩૬૫ દિન હૈ

નવી દિલ્હી તા. ૧૩ : ઉત્ત્।રાયણને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઉત્ત્।રાયણને લઇને રમુજી ફેલાવતા વિવિધ મેસેજો ફરતાં થઇ ગયા છે.જેમાં એક રમુજી મેસેજમાં તો સરકારની ગાઇડલાઇનમાં જણાવ્યું છે કે આકાશમાં બે પતંગો વચ્ચે છ ફુટનું અંતર રાખવું.દોરી મોઢેથી તોડવી હોય તો પહેલાં મોઢું સેનેટાઇઝ કરવું સહિતના કડક નિયમો લાદી દેવાયા છે.

.   ધાબા પરથી પતંગ ચગાવવાના બદલે રૂમમાં બેસીને વર્ચુયલ ઉતરાયણ મનાવવી.

.   ફીરકી પકડવા માટે આપવી નહિ કે લેવી પણ નહીં,સરકાર તરફથી સ્ટેન્ડ આપવામાં આવશે.

.   ઘર દીઠ એક જ સ્ટેન્ડ મળશે.

.   દોરી મોઢેથી તોડવી હોય તો પહેલાં મોઢું સેનેટાઈઝ કરવું..

.   પતંગ કપાઈને આવે તો લૂંટવા નહીં,અને લૂંટવા જ હોય તો પીપીટી કીટ પહેરીને લૂંટવા.

.   ચીક્કી,મમરાના લાડુ,ઉધીંયુ ના ડબ્બાની સાથે આ વખતે ઉકાળાની બોટલો રાખવી.

.   પેચ કાપવા પહેલાં પોલીસ પરમીશન લેવી.

.   અને ખાસ મહત્વનું : આકાશમાં બે પતંગો વચ્ચે છ ફૂટનું અંતર રાખવું

.   'પ્યારમે ગીરના લેકીન છત પર સે મત ગીરના હડ્ડીયા તુટને પર બહોત દર્દ હોતા હૈ'ઙ્ગઃ હેપી એન્ડ સેફ ઉતરાયણ

.   પુરૂષનું પણ પતંગ જેવું છે સાહેબ'કન્યા'સારી બંધાય તો ઉંચી ઉડાન અને ખોટી બંધાય તો ગોળ–ગોળ ફરતો થઇ જાય

.   અંગુઠા બચાયે રખના પતંગ તો દો દીન હૈ પર વ્હોટ્સએપ,ફેસબુક,ઇન્સ્ટા તો ૩૬૫ દિન હૈ

.   હમે તો પતંગને લૂંટા,દોરે મે કહાં દમ થા 'જબ પતંગ ઉડાને કા મૌકા મિલા તો વહાં વાયરા કમ થા'

.   કુંવારાઓના'પેચ'લાગી જાય અને પરણેલાઓને થોડી'ઢીલ'મળી જાય એવી ઉતરાયણની શુભેચ્છા

.   પીંછા વિના મોર ના શોભે,મોતી વિના હાર ના શોભે,તલવાર વિના વીર ના શોભે માટે કહું છું કે..દોસ્તો વિના ઉત્ત્।રાયણમાં ઘરની અગાસી ના શોભે.

.        વેલેન્ટાઇડ ડે પર કોને પ્રપોઝ કરવું તેની તૈયારી કરવાનો તહેવાર એટલે ઉત્ત્।રાયણ.

(10:15 am IST)