Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કોરોના રસી લેતા જ અવાજ ગુમાવનાર વ્યકિત બોલવા લાગ્યો

આ ઘટના ઝારખંડના બોકારો જિલ્લાના સલગાડીહ ગામની છે

બોકારો,તા.૧૩: કોરોના રસીને લઇને લોકોમાં વિવિધ આશંકાઓ જોવા મળતી હતી, ત્યાં જ એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે.  ૫ વર્ષ પહેલા અકસ્માતમાં પોતાનો અવાજ ગુમાવનાર અને છેલ્લા એક વર્ષથી સંપૂર્ણ પથારીવશ એક વ્યકિતએ જયારે કોરોનાની રસી લીધી ત્યારે તેના શરીરમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા છે. રસી લગાવતાની સાથે જ વ્યકિત બોલવા લાગ્યો અને તેના શરીરના અંગો પણ હરકત કરવા લાગ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ દ્યટના ઝારખંડના બોકારો જિલ્લાના સલગાડીહ ગામની છે. આ ગામના રહેવાસી ૫૫ વર્ષીય દુલારચંદ મુંડા એક અકસ્માત બાદ પાંચ વર્ષ સુધી જીવન સામે લડી રહ્યા હતા. દુલારચંદ મુંડા લગભગ પાંચ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે દ્યાયલ થયા હતા. સારવાર બાદ દુલારચંદ સાજા થઈ ગયા, પરંતુ તેમના શરીરના કેટલાક ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમનો અવાજ પણ સરખી રીતે નીકળતો નહોતો.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, દુલારચંદનું જીવન છેલ્લા દ્યણા સમયથી પથારી પર પસાર થઈ રહ્યું હતું. તેના શરીરના દ્યણા ભાગો કામ કરી રહ્યા નહોતા અને તે બરાબર બોલી શકતા નહોતા. જયારે દુલારચંદને કોરોના વિરુદ્ઘ કોવિશિલ્ડ રસી આપવામાં આવી ત્યારે રસી લીધા પછી તેમનો લથડાતો અવાજ સુધર્યો અને તેમના શરીરના દ્યણા અવયવો સક્રિય થયા છે.

આ અંગે જયારે ડોકટર્સે જણાવ્યું કે, ૪ જાન્યુઆરીએ દુલારચંદને તેમના દ્યરે આંગણવાડી કેન્દ્રની સેવિકા દ્વારા રસી આપવામાં આવી હતી, તેના એક દિવસ પછી એટલે કે ૫ જાન્યુઆરીથી તેના નિર્જીવ શરીરમાં હલનચલન શરૂ થઇ હતી. ડોકટરોના જણાવ્યા અનુસાર, દુલારને કરોડરજ્જુમાં સમસ્યા હતી, જેના કારણે તે લાંબા સમય સુધી બેડ પર હતા.

(10:14 am IST)