Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મુંબઈના પરિવારને ૨૨ વર્ષે પાછું મળ્યું ચોરી થયેલું ૮ કરોડનું સોનું

ચોરી થયેલું સોનું પોલીસે ચોરો પાસેથી જપ્ત કર્યા પછી ૨૨ વર્ષથી તેની કસ્ટડીમાં જ હતું : સોનાની વસ્તુઓ ચોરાઈ ત્યારે તેની કુલ કિંમત ૧૩ લાખ રૂપિયા હતી, જે હવે ૮ કરોડ થઈ ગઈ છે

મુંબઈ,તા. ૧૩: મુંબઈમાં રહેતા એક પરિવારને તેનું ૨૨ વર્ષ પહેલા ચોરાયેલું સોનું પાછું મળી ગયું છે. રસપ્રદ વાત એ છે કે, આટલા વર્ષમાં આ સોનાની કિંમત વધીને ૮ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તમે વિચારતા હશો કે શું ચોરી કરનારા ચોરોએ આ પરિવારને સોનું પાછું આપ્યું. ના, એવું નથી. સોનું તો પોલીસે ચોરો પાસેથી કબજે કરી લીધું હતું, પરંતુ કાયદાકીય ચૂંગાલને કારણે આ સોનું પરિવારને મળી શકયું ન હતું. હવે, ૨૨ વર્ષે કોર્ટે આ મામલે અંતિમ ચુકાદો આપ્યો છે.

તમે ચરાગ દિન નામની ફેશન બ્રાન્ડનું નામ તો સાંભળ્યું જ હશે, ફેશન ઈન્ડસ્ટ્રીમાં ચરાગ દિન એક જાણીતું નામ છે. આ સોનું એ કંપનીના માલિકનું હતું સેશન જજ યુ જે મોરેએ ૫ જાન્યુઆરીએ સોનું અસલી માલિકને પાછું આપવાનો ચુકાદો આપ્યો. આ ખજાનામાં રાણી વિકટોરિયાની તસવીરવાળો એક સોનાનો સિક્કો, બે સોનાની બંગડી અને ૧,૩૦૦ ગ્રામ અને ૨૦૦ મિલીગ્રામ વજનની બે લગડી પણ હતી. જેની તે સમયે કુલ કિંમત ૧૩ લાખ રૂપિયા હતી, જે આજે વધીને ૮ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ સોનાને ચરાગ દિન કંપનીના સંસ્થાપક અર્જુન દાસવાનીના પુત્ર રાજુ દાસવાનીને સોંપી દેવાયું. સરકારી વકીલ ઈકબાલ સોલકર અને કોલાબા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર સંજય ડોનરે જણાવ્યું કે, તેમને કેટલીક શરતોને આધિન સંપત્ત્િ। પાછી આપવામાં કોઈ વાંધો નથી. રાજુ દાસવાનીએ આ સંપત્ત્િ। અંગેના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા, જેના આધાર પર પુષ્ટિ થઈ કે આ સોનું તેમનું જ છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, આ સંપત્ત્િ।ને પોલીસ કસ્ટડીમાં રાખવાનો કોઈ અર્થ નથી ૧૯ વર્ષ કરતા વધારે સમય વીતી ચૂકયો છે. બે ફરાર આરોપીઓને પકડવા મામલે આટલા વર્ષોમાં કોઈ પ્રગતિ થઈ નથી. જો કોઈ ફરિયાદી પોતાની સંપત્ત્િ। પાછી લેવા માટે વર્ષો સુધી રાહ જોશે તો તે ન્યાયની મજાક અને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે. એટલે, સુંદરબાઈ અંબાલા દેસાઈના મામલામાં નિર્ધારિત રેશિયોને ધ્યાનમાં રાખતા અરજી કરનારની અરજીમાં દાવો કરાયેલી બધી સંપત્ત્િ।ઓ પાછી મેળવવા હકદાર છે.

ઉલ્લેખનીય છે કે, ૮ મે ૧૯૯૮એ હથિયારધારી શખસો અર્જુન દાસવાનીના ઘરમાં ઘૂસી ગયા હતા અને બધું સોનું લૂંટીને ભાગી ગયા હતા. પોલીસે આ મામલે ત્રણ શખસોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી આ સોનું પણ જપ્ત કર્યું હતું. આ મામલે ત્રણ આરોપી હજુ પણ ફરાર છે. બીજી તરફ, અર્જુન દાસવાનીનું ૨૦૦૭માં નિધન થઈ ગયું હતું.

કોર્ટે આ સોનું પાછું આપવાની સાથે એવી શરત મૂકી છે કે, કોર્ટ જયારે કહે ત્યારે સોનું જે સ્થિતિમાં છે તેવું રજૂ કરવાનું રહેશે. આ વસ્તુઓ વેચી શકાશે નહીં અને જો તેમ થશે તો ૧ લાખનો દંડ કરવામાં આવશે. કોર્ટે પોલીસને વસ્તુઓની તસવીર પાડી લેવા અને વિગતવાર પંચનામું કરવા કહ્યું છે.

પોલીસે જણાવ્યું કે, રાજુની બે બહેનોમાંથી એક કેનેડા અને એક અમેરિકામાં રહે છે. તેઓ પણ આ સંપત્ત્િ।માં કાયયદેસરના વારસદાર છે. તેમણે આ સોનું રાજુને આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી તેવું લેખિતમાં જણાવ્યું હતું.

(10:13 am IST)