Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કરતારપુર કોરિડોરના કારણે ૭૪ વર્ષે મળ્યા બે ભાઇ : ભારત-પાક. ભાગલાએ કર્યા હતા અલગ

એક ભાઇ પાકિસ્તાનમાં રહે છે અને બીજો ભારતમાં : જોઇને બંને ભાઇઓ એકબીજાને ભેટી પડ્યા હતા પણ તેમની આંખો ભીની હતી

ઈસ્લામાબાદ,તા. ૧૩ : કરતારપુર કોરિડોર ફરી એકવાર બે લોકોને ભેગા કરવાનું માધ્યમ બન્યું છે. આ વખતે કરતારપુર કોરિડોરના કારણે ૭૪ વર્ષ પછી બે ભાઈઓની મુલાકત થઈ છે. આ બંને ભાઈઓ ભારત-પાકિસ્તાનના ભાગલા થવાના કારણે એકબીજાથી અલગ થયા હતા. બંને ભાઈઓની ઓળખ મુહમ્મદ સિદ્દીકી અને ભારતમાં રહેતા તેમના ભાઈ હબીબ ઉર્ફે શેલા તરીકે થઈ છે.

પાકિસ્તાની મીડિયાના ન્યૂઝ રિપોર્ટ મુજબ, ૮૦ વર્ષીય મુહમ્મદ સિદ્દીકી પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં રહે છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે તેઓ પોતાના પરિવારથી અલગ થઈ ગયા હતા. તેમના ભાઈ હબીબ ઉર્ફે શેલા ભારતના પંજાબમાં રહે છે. કરતારપુર કોરિડોરમાં આટલા લાંબા સમય બાદ એકબીજાને જોઈને બંનેની આંખો ભરાઈ ગઈ હતી. બંને ભાવુક થયા હતા અને પછી એકબીજાને ભેંટ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ બંને ભાઈઓની મુલાકાતનો એક વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં બંને ભાઈઓ પોતપોતાના સંબંધીઓ સાથે કરતારપુર કોરિડોરમાં દેખાઈ રહ્યા છે. મુલાકાત દરમિયાન બંને ભાઈઓ ભાવુક થઈને એક બીજાને ભાવુક થઈને ગળે મળ્યા હતા. આ વીડિયોમાં તેમના પરિવાર સિવાય ગુરુદ્વારા વ્યવસ્થાપનના અધિકારીઓ પણ નજરે પડી રહ્યા છે.

આ પહેલાં ગયા વર્ષે પણ કરતારપુર કોરિડોરમાં જુદા પડેલાં બે દોસ્ત ૭૪૫ વર્ષ બાદ મળી શકયા હતા. ભારતના સરદાર ગોપાલ સિંહ પોતાના નાનપણના દોસ્ત હવે જે ૯૧દ્ગક્ન મોહમ્મદ બશીરથી ૧૯૪૭જ્રાક્નત્ન જુદા પડ્યા હતા. હાલ સરદાર ગોપાલ સિંહની ઉંમર ૯૪ વર્ષ છે અને મોહમ્મદ બશીરની ઉંમર ૯૧ વર્ષ છે.

ભારતમાં પંજાબના ડેરા બાબા નાનકથી પાકિસ્તાન સીમા સુધી કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો પાકિસ્તાનમાં પણ સીમાથી નારોવાલ જિલ્લામાં ગુરૂદ્વારા સુધી કોરિડોરનું નિર્માણ થયું છે. આને જ કરતારપુર કોરિડોર નામ આપવામાં આવ્યું છે. કરતારપુર સાહિબ શિખ સમુદાયનું પવિત્ર તીર્થ સ્થળ છે. જે પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં સ્થિત છે. આ ભારતના પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકથી ત્રણ ચાર કિલોમીટર દૂર છે અને લગભગ લાહોરથી ૧૨૦ કિલોમીટર દૂર છે. આ શિખોના પ્રથમ ગુરૂ ગુરૂનાનક દેવજીનું નિવાસ સ્થાન હતું અને અહીં જ તેઓ દેવલોક પામ્યા હતા. ત્યારે શિખ સમુદાયમાં આ ગુરુદ્વારાના દર્શન કરવાનું આગવું મહત્વ છે.

(10:13 am IST)