Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ટૂર્સ ટ્રાવેલ્સને થર્ડ વેવનું ગ્રહણઃ ડેસ્ટિનેશન વેડિંગ કેન્સલ થયા

સેકન્ડ વેવ પછી માંડ માંડ ઉભા થઇ રહેલા ઉદ્યોગને ફટકો : ૩૫ ટકા બુકિંગ રદઃ ૩૫ ટકા ટ્રાવેલ બે-ત્રણ મહિલા પોસ્ટપોન્ડ : લોકોએ બહારગામ જવાનું બે-ત્રણ મહિના મોકુફ રાખ્યુ

નવી દિલ્હી,તા. ૧૩: કોરોનાના થર્ડ વેવની દહેશતને પગલે ડેસ્ટિનેશન વેડિંગ રદ કરવા તેમજ બહારગામના પ્રવાસ રદ કરવા,પોસ્ટપોન્ડ કરવામાં આવી રહ્યા હોવાને કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને ફટકો પડે તેવી શકયતા છે.નિયમિત રીતે ટ્રાવેલ કરતા લોકો પૈકી ૩૫ ટકા લોકોએ ટ્રાવેલ બુકિંગ રદ કર્યા છે,૩૫ ટકા લોકોેએ બહારગામ જવાનું બે–ત્રણ મહિના મોકુફ રાખ્યું છે,જયારે ૩૦ ટકા લોકો ટ્રાવેલનું પ્લાનિંગ કરે છે.

લગ્ન પ્રસંગમાં ૧૫૦ જેટલા મહેમાનોને મંજૂરી આપવાના નિયમને કારણે ડેસ્ટિનેશન વેડિંગ રદ કરવા અને વાહનોના બુકિંગ રદ કરવામાં આવતાં કોરોનાના સેકન્ડ વેવ પછી માંડ માંડ પાટે ચડી રહેલા ટુર્સ અને ટ્રાવેલ ઉદ્યોગનો ધંધો ફરી પડી ભાંગે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ટ્રાવેલ એજન્ટ એસોસીએશન ઓફ ઈન્ડિયાના ગુજરાતના પ્રમુખ વિરેન્દ્ર શાહે જણાવ્યું કે,કોરોનાના કેસો વધતાં લોકો બહારગામ જઈને મેરેજ કરવાનું ટાળી રહ્યા છે.તાજેતરમાં ઉદેપુરના બે ડેસ્ટિનેશન વેડિંગ બુક કરનાર ગ્રાહકોએ બંન્ને બુકિંગ રદ કર્યા છે.લોકોએફરવા જવાના પ્લાન પડતા મૂકયા છે.સી.કે.ટ્રાવેલ સર્વિસના ડાયરેકટર સંજીવ છાજેડે કહ્યું કે,લોકોએ ભય રાખવાની જરૂર નથી,પરંતુ સતર્કતા રાખવાની જરૂર છે.વેકસીનના બંન્ને ડોઝ,બુસ્ટર ડોઝ લેવાનું અને કોવિડ પ્રોટોકોલનુંપાલન કરવું જરૂરી છે.ટ્રાવેલ ઉદ્યોગને કોઈની'નજર'લાગી ગઈ હોવાના મેસેજ ફરતા થયા છે.

(10:12 am IST)