Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મોંઘવારીનો માર ! સામાન્ય માણસને મોટો ફટકો પડયો

૨૦ ટકા સુધી મોંઘા થયા સાબુ અને ડિટરજન્ટઃ HULએ વધારી કિંમત

દેશની સૌથી મોટી FMCG કંપની HUL એ સાબુ અને સર્ફની કિંમતોમાં વધારો કર્યો છે

નવી દિલ્હી, તા.૧૩: સામાન્ય માણસને મોંદ્યવારીનો વધુ એક ફટકો પડ્યો છે. હવે સાબુ અને ડીટરજન્ટ ખરીદવું મોંઘું થઈ ગયું છે. દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલિવરે સાબુ અને ડિટરજન્ટની કિંમતમાં ૩ ટકાથી ૨૦ ટકાનો વધારો કર્યો છે. એચયુએલના વ્હીલ્સ, રિન્સ, સર્ફ એકસેલ અને લાઇફબોય શ્રેણીના ઉત્પાદનો મોંઘા થયા છે. કાચા માલની વધતી કિંમતને કારણે કંપનીએ આ ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈનપુટ કોસ્ટમાં વધારાને કારણે કંપનીને ગયા વર્ષે પણ આ જ પ્રકારે ઘણા રાઉન્ડની કિંમતો વધારવાની ફરજ પડી હતી. HULએ સર્ફ એકસેલ બારની કિંમતમાં સૌથી વધુ વધારો કર્યો છે. આનાથી તે ૨ રૂપિયા મોંઘું થશે. કંપનીએ સર્ફ એકસેલ બારની કિંમતમાં ૨૦ ટકાનો વધારો કર્યો છે. હવે તેની કિંમત ૧૦ રૂપિયાથી વધીને ૧૨ રૂપિયા થઈ ગઈ છે.

લાઇફબોયના ૧૨૫ ગ્રામ પેકની કિંમત ૨૯ રૂપિયાથી વધારીને ૩૧ રૂપિયા કરવામાં આવી છે, જયારે પિયર્સ સાબુના ૧૨૫ ગ્રામ બારની કિંમત ૭૬ રૂપિયાથી વધીને ૮૩ રૂપિયા થઈ ગઈ છે. રિન માટે, કંપનીએ તેના બંડલ પેક (ચાર ૨૫૦ ગ્રામ બારના)ની કિંમત ૭૨ રૂપિયાથી વધારીને ૭૬ રૂપિયા અને તેના ૨૫૦ ગ્રામ સિંગલ બારની કિંમત ૧૮ રૂપિયાથી વધારીને ૧૯ રૂપિયા કરી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ નવેમ્બરમાં કંપનીએ તેના તમામ ઉત્પાદનોના પોર્ટફોલિયોમાં ૧-૩૩ ટકાનો ભાવ વધારો કર્યો હતો.  જોકે, લકસ સાબુના નિર્માતાએ જ કિંમતોમાં વધારો કર્યો નથી.

અદાણી વિલ્મરે ગયા મહિને બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે તે તેના પેકેજડ દ્યઉંના લોટના ભાવમાં જાન્યુઆરીમાં ૫-૮ ટકા અને બાસમતી ચોખાના ભાવમાં ૮-૧૦ ટકાનો વધારો કરશે કારણ કે ઇનપુટના ભાવમાં વધારો થયો છે. પારલે પ્રોડકટ્સ માર્ચ કવાર્ટરમાં ભાવમાં વધુ એક વધારાની જાહેરાત કરશે. કંપની કિંમતોમાં ૪-૫ ટકાનો વધારો કરશે. તેણે ઓકટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં કિંમતોમાં વધારો કર્યો હતો.

ડાબર ઈન્ડિયાએ ડિસેમ્બરમાં કહ્યું હતું કે તે મોંદ્યવારીની સ્થિતિ પર નજર રાખી રહી છે અને જો મોંદ્યવારી ચાલુ રહેશે તો ચોથા કવાર્ટરમાં કિંમતોમાં વધારો થઈ શકે છે. કેવિનકેયર પણ આ મહિને તેના શેમ્પૂ અને સ્કીન કેર પ્રોડકટ્સના ભાવમાં ૨-૩ ટકાનો વધારો કરશે.

તમને જણાવી દઈએ કે હિન્દુસ્તાન યુનિલિવર બ્રિટિશ કંપની યુનિલિવરની સબસિડિયરી છે. હિન્દુસ્તાન યુનિલિવરનું મુખ્યાલય મુંબઈમાં છે. હિન્દુસ્તાન યુનિલિવર દ્યણી પ્રોડકટ્સનું ઉત્પાદન કરે છે, જેમાં રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ જેમ કે પેકેજડ ફૂડ, તેલ, સાબુ, પીણાં, બ્યુટી પ્રોડકટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

(10:11 am IST)