Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૬૫

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

માનસીક રોગ
‘‘માનસીક રોગ ત્‍યારે જ આવે છે. જયારે તમે નીષ્‍ફળતાને સ્‍વીકારી નથી શકતા. વ્‍યકિત જયારે સફળ થતો હોય ત્‍યારે તે થતો નથી.''
જયારે બધુ જ બરાબર ચાલતું હોય, જયારે વ્‍યકિત-ટોચ ઉપર હોય ત્‍યારે શા માટે તેને માનસીક રોગ થાય ?-સમસ્‍યા ત્‍યારે જ ઉત્‍પન્‍ન થાય છે. જયારે અચાનક તમે જુઓ છો કે તમે ટોચ પર નથી. તમે અંધકારમાં અને હતાશ છો-અને વસ્‍તુઓ સફળ નથી થઇ રહી. ત્‍યારે માનસીક રોગ દાખલ થાય છે. જે ઉર્જા એક દિવસ તમારી મહાત્‍વાકાંક્ષા હતી- તે જ નીષ્‍ફળતામા તમારી વિરોધી થઇ જાય છે. તમારો વિનાશ કરવામાં લાગી જાય છે.
જો દરેક માનસીક રોગી વ્‍યકિતને સફળતા મળી જાય તો દુનીયામાં કોઇ માનસીક રોગી હશે જ નહી જયારેહીટલર સફળ હતો.ત્‍યારે કોઇએ અનુમાન નહોતું કર્યુ કે તે એક પાગલ છે. પરંતુ છેલ્લી ક્ષણે તેને પોતાને પણ-ખબર પડી કે તે પાગલ હતો-તેણે આત્‍મહત્‍યા કરી.-સમસ્‍યા ત્‍યારે જ ઉત્‍પન્‍ન થાય છે. જયારે તમે સફળ નથી થતા સફળતાને પણ વ્‍યકિતઓ એક રમતની જેમ લેવી જોઇએ.-સફળતા અને નીષ્‍ફળતા મુદ્દો નથી- તમે જે કઇપણ કરો તેને માણો તે જરૂરી છે.
દરેક સફળતાની પાછળ નીષ્‍ફળતા આવશે જ. દરેક દિવસ પછી રાત આવે જ છે જીવન એક ગતી છે એક ક્રિયા છે.કઇ જ સ્‍થીર નથી. અત્‍યારે તમે યુવાન છો. એક દિવસ તમે વૃધ્‍ધ થઇ જશો અત્‍યારે તમારે ઘણા બધ મીત્રો છે, એક દિવસ તમારે એક પણ નહી હોય. અત્‍યારે તમારી પાસે પૈસા છે, એક દિવસ તમારી પાસે નહી હોય જો તમે તેને એક રમત તરીકે લેશો તો કઇ જ સમસ્‍યા નથી. ફકત એકજ ગુણ વીકસાવવો પડશે-રમતીયાળ પણુ.
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:05 am IST)