Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઓસ્ટ્રેલિયાની મેડી સ્માર્ટના લગ્ન પહેલા તેને કોરોના થઇ જાય તેવા કરે છે પ્રયાસ

નાઇટ ક્લબમાં મહિલાઓ અને પુરુષોને ભેટી રહી છે. તેમની સાથે ડ્રિંક શેર કરી રહી છે

ઓસ્ટ્રેલિયામાં મેડી સ્માર્ટ નામની અજીબ મહિલા છે જે જાણી જોઇને કોરોનાથી સંક્રમિત થવાનો પ્રયત્ન કરી રહી છે.

ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાની મેડી સ્માર્ટના થોડાક દિવસોમાં લગ્ન થવાના છે અને તે ઇચ્છે છે કે લગ્ન પહેલા તેને કોરોના થઇ જાય. આથી તે ક્લબમાં જઈને લોકોને ભેટી રહી છે. તેમની સાથે ડ્રિંક શેર કરી રહી છે.

મેડી સ્માર્ટે ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મેલબોર્નની એક નાઇટ ક્લબમાં કોરોનાથી સંક્રમિત થવાના પ્રયત્નમાં મહિલાઓ અને પુરુષોને ભેટતી જોવા મળી રહી છે. મેડીનું માનવું છે કે જો લગ્ન પહેલા એક વખત તે કોરોનાથી સંક્રમિત થઇ જાય તો પોતાના લગ્ન સુધી તો ફરી સંક્રમિત થશે નહીં. આ કારણે તેના લગ્ન અટકશે નહીં.

ટિકટોક પર શેર કરવામાં આવેલા 15 સેકન્ડના વીડિયોનું ટાઇટલ છે ‘Catch COVID Not Feeling.’ મેડી સ્માર્ટે પોતાના વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે 6 સપ્તાહમાં મારા લગ્ન છે અને હજુ સુધી કોવિડ થયો નથી. વીડિયોમાં સ્માર્ટ લોકો સાથે પોતાના ડ્રિંક્સની અદલા-બદલી કરતી જોવા મળી રહી છે.

મેડી સ્માર્ટે વીડિયો વિક્ટોરિયા, મેલબોર્ન સરકારની તે જાહેરાત પહેલા પોસ્ટ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે 12 જાન્યુઆરીથી ઓમિક્રોનના વધી રહેલા કેસના કારણે લગ્નની પાર્ટીઓ છોડીને બધા ઇન્ડોર ડાન્સ ફ્લોર બંધ રહેશે. સ્માર્ટના વીડિયોને લોકોની મિક્સ પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાકનું કહેવું છે કે આ મૂર્ખતા કરતાં પહેલા હેલ્થ વર્ક્સ વિશે વિચાર કરવો જોઈએ

(10:55 pm IST)