News of Friday, 12th January 2018

ડબલ મર્ડર માટે દોષિત પૂરવાર થયેલા ઇન્‍ડિયન અમેરિક રઘુનંદન યંદુમુરીને ૨૩ ફેબ્રુ.ના રોજ ‘‘સજા એ મોત'': ૧૦ માસની માસુમ બાળકી તથા તેના ૬૧ વર્ષીય દાદીમાની બેરહેમ હત્‍યા કરવા બદલ ૨૦૧૪ની સાલમાં મોતની સજા ફરમાવાઇ હતીઃ ઝેરનું ઇન્‍જેકશન આપી મોતને ઘાટ ઉતારી દેવાશે

૨૦૧૪ની સાલમાં અમેરિકામાં ૧૦ માસની માસૂમ બાળકી અને તેના ૬૧ વર્ષીય દાદીમાનું બેરહેમ મોત નિપજાવવા બદલ ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર યુવક ૩૨ વર્ષીય રઘુનંદન યંદમુરીને ફરમાવાયેલી મોતની સજાનો અમલ ૨૩ ફેબ્રુ.૨૦૧૮ના રોજ થઇ શકે છે.

જો કે પેન્‍સિલવેનિયા ગવર્નરે ૨૦૧૫ની સાલથી મૃત્‍યુદંડની સજા ઉપર પ્રતિબંધ ફરમાવેલો હોવાથી આ તારીખે તેનો અમલ થશે કે કેમ તે અંગે દ્વિધા પ્રવર્તે છે. જો અમલ કરવામાં આવે તો રઘુનંદનને ઝેરનું ઇન્‍જેકશન આપી મોતને ઘાટ ઉતારી દેવાશે.

ઉલ્લેખનીય છે કે ૫૦ હજાર ડોલરની ખંડણી પડાવવા માટે પોતાના જ વતનના અને જાણીતા પરિવારની ૧૦ માસની બાળકીનું  અપહરણ કરવાનો પ્‍લાન રઘુનંદનએ કર્યો હતો. તેમાં અવરોધરૂપ બનનાર બાળકીના ૬૧ વર્ષીય દાદીમાની હત્‍યા કરી તે બાળકીને ઉપાડીને નાસી છૂટયો હતો. બાદમાં બાળકીની પણ લાશ મળી આવી હતી. આમ ડબલ મર્ડરના કેસ થતા તેને મોતની સજા ફરમાવાઇ હતી.

(10:11 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST

  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST